(સંવાદદાતા દ્વારા) સુરત તા.રર
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા ઇસમોએ નંદુરબારની ત્યકતા મહિલા ઉપર ગેંગરેપ કરતા ચકચાર મચી ગઇ હતી.
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર નંદુરબારમાં રહેતી ૩૬ વર્ષિય ત્યકતા ૨૦૧૭માં પરિચિતની જાનમાં સુરત આવી હતી. જે સમયે આરોપી વસીમ કરીમ શેખ સાથે મિત્રતા થઈ હતી અને મે-૨૦૧૮ના રોજ આરોપી વસીમ પીડિતાને દિલ્હીગેટ ગોલ્ડન પોઈન્ટની સામે રેલવે પાટા પાસે ટવેરા ગાડીમાં લઇ જઇ ફરિયાદીની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ ડિસેમ્બર-૨૦૧૮માં પીડિતા ફરીથી સુરત આવી, ત્યારે આરોપી વસીમ ફરિયાદીને ફોર્ચ્યુન કારમાં લઈ જઈ દિલ્હીગેટ પાસેની ગલીમાં અંધારામાં અન્ય બે મિત્રો બાબુ ઉર્ફે આફતાબ, સૈયદ નૌશાદ સાથે મળીને બળજરીપૂર્વક ગેંગરેપ કર્યો હતો. આ પીડિતાએ મહિધરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ત્રણેય સામે ગેંગરેપનો ગુનો નોંધી આજે બપોરે ત્રણેયની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.