(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૬
શહેરના રિંગરોડ વિસ્તારની કાપડ માર્કેટમાં કામ કરતા વેપારીઓ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિસ ટેકસમાં રજિસ્ટ્રેશન કરાવવામાં આવ્યું છે કે કેમ ? તેની જીએસટી વિભાગના અધિકારીઓ દ્વારા સંભવતઃ આગામી ગુરૂવારથી ડોર ટુ ડોર સર્વે હાથ ધરનાર છે.
ત્રણ દિવસ સુધી ચાલનાર આ સર્વેમાં જે વેપારીએ જીએસટી નંબર મેળવ્યો છે તો તેની વિગત લેવામાં આવશે અને જેને નથી લીધો તેની પાસેથી કારણ જાણવામાં આવશે.
જીએસટીનો કાયદો અમલમાં આવ્યાને સાત માસ જેટલો સમય પૂર્ણ થઈ ગયો છે. સાત માસ દરમિયાન જીએસટી અને સીજીએસટી એમ બંને વિભાગ મળીને કુલ નવા ૧.૧૨ લાખ રજિસ્ટ્રેશન થયા હોવાનું સરકારી ચોપડે નોંધાયંુ છે. આ અગાઉ વેટ તથા એક્સાઈઝ એન્ડ સર્વિશ ટેક્સમાંથી એક લાખ નોંધણી નંબરો જીએસટીમાં માઈગ્રેટ થયા હતા. આ અત્યાર સુધીમાં જીએસટીના કરદાતાઓની કુલ સંખ્યા ૨.૧૩ લાખ થઈ છે. જો કે, જીએસટી વિભાગને ધારણ હતી કે, ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીમાંથી જ બે લાખ જેટલા રજિસ્ટ્રેશન નંબર આવશે. પરંતુ હાલમાં કાપડ ઉદ્યોગમાંથી ૮૦ હજાર રજિસ્ટ્રેશન જ થયા હોવાનું જાણવા મળ્યું છે. વિભાગ સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલના નોંધણીના આંકડા જોતા વીવર્સ પ્રોસેસર્સ દ્વારા રજિસ્ટ્રેશન નંબર લેવાયા હોવાનું બહાર આવ્યું છે. વેપારીઓએ હજુ પણ નોંધણી નંબર કરાવવાથી દૂર રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઓછંુ રજિસ્ટ્રેશન થવાના પગલે હવે સરકાર દ્વારા તેનું કારણ શોધવા માટે અધિકારીઓને ખાસ સર્વે કરવા માટેની સુચના આપી છે. જ્યારે ફરીથી સરકારમાંથી વેટ તથા એકસાઈઝ એન્ડ સર્વિસ ટેક્ષ વિભાગને સૂચના મળી છે. આગામી ત્રણ દિવસમાં જ સુરત શહેરમાં સર્વે કરીને કોને કોને જીએસટી નંબર મેળવ્યો છે અને કોને નથી મેળવ્યો તેની વિગતો મેળવી લેવાની રહેશે. જેને લઈને હવે આગામી ગુરૂવારથી આ બન્ને વિભાગના અધિાકારીઓ દ્વારા સુરત શહેરમાં ડોર ડુ ડોર સર્સેવ શરૂ કરશે.
સુરતમાં GST વિભાગના અધિકારીઓ દ્વારા આવતીકાલથી ડોર ટુ ડોર સર્વે હાથ ધરાશે

Recent Comments