• કોરોનાએ રાજ્યમાં વધુ રપ વ્યક્તિઓનો લીધો ભોગ : કુલ ર૬પ૪ લોકો મોતને ભેટ્યા ! • રાજ્યભરમાં કોરોનાના કુલ કેસોનો આંક ૭૧ હજારને પાર !

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર,તા.૯

રાજયમાં કોરોના વાયરસનું સંક્રમણ જેમને તેમ જારી છે અને તેમાં પણ  જિલ્લાઓમાં કોરોનાનો વ્યાપ વધતા પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લા એકથી દોઢ માસમાં કોરોનાના કેસોમાં રોજેરોજ ઉછાળારૂપ કેસો વધ્યા છે અને જેને કારણે રોજનો કેસોનો આંક ૬૦૦-૭૦૦થી વધીને છેક ૧૧૦૦ ઉપર પહોંચી જવા પામેલ છે. રાજયમાં ર૪ કલાકમાં વધુ નવા કોરોનાના ૧૦૭૮ દર્દીઓ બહાર આવવા પામેલ છે. એટલે કે કેસોમાં આંશિક ઘટાડો થવા પામ્યો છે. રાજયમાં બીજી તરફ કોરોનામાંથી સાજા થવાના મામલામાં આજે ભારે ઉછાળો જોવા મળ્યો છે. ર૪ કલાકમાં વધુ ૧૩૧૧ દર્દીઓ સાજા થતા રાજયનો કોરોનામાંથી રિકવરી રેટ વધીને ૭૬.૧૮ ટકાએ પહોંચી ગયો છે. જયારે કોરોનામાં મૃત્યુના પ્રમાણમાં વધારો યથાવત રહેતા  વધુ રપ વ્યકિતઓ મોતને ભેટયા છે. આમ  કોરોનાના વધતા કેસો અને મૃત્યુના બનાવો સામે કોરોનામાંથી સાજા થનારાનો આંક રાહતરૂપ જણાય છે. કોરોનાનો કહેર રાજયભરમાં ચિંતા ઉભી કરી રહ્યો છે. દેશને પગલે રાજયમાં પણ  રોજેરોજ કેસોમાં ઉછાળારૂપ વધારો નોંધાઈ રહ્યો છે. જો કે બે ત્રણ દિવસથી કેસોમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજયમાં છેલ્લા ર૪ કલાકમાં વધુ નવા  ૧૦૭૮ કોરોના પોઝિટિવ કેસ બહાર આવ્યા છે.  જેમાં સૌથી વધુ સુરત શહેરમાં ૧૭૮ અને ગ્રામ્યમાં ૪૪ મળી કુલ રરર કેસ નોંધાયા છે. તે પછીના ક્રમે અમદાવાદ શહેરમાં ૧૩૮ અને ગ્રામ્યમાં ૧પ મળી કુલ ૧પ૩ કેસ નોંધાયા છે જયારે વડોદરા, રાજકોટ, જામનગર, પંચમહાલ, રાજકોટ, અમરેલી, ભાવનગર સહિતના જિલ્લાઓમાં કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. વડોદરા જિલ્લામાં ૧૧૦ કેસ, રાજકોટ જિલ્લામાં ૯પ કેસ, જામનગરમાં ૬૩ કેસ, પંચમહાલમાં ૪૭, ભાવનગર-અમરેલી જિલ્લામાં ૩પ-૩પ કેસ તથા ગીરસોમનાથમાં ૩ર, ભરૂચ ર૮, ગાંધીનગર-જૂનાગઢમાં ર૭-ર૭ કેસ અને કચ્છમાં રપ કેસ તેમજ  રાજયના અન્ય જિલ્લાઓમાં ૧થી ર૧ કેસ નોંધાવવા પામેલ છે. આ સાથે રાજયભરમાં કોરોનાના  અત્યાર સુધીમાં કુલ કેસોનો આંક ૭૧ હજારને પાર થઈ જતા કુલ ૭૧૦૬૪ કેસ થયા છે જયારે કોરોના હબ એવા અમદાવાદમાં કુલ કેસોનો આંક ર૭૮૯૮ થવા પામ્યો છે. તો બીજા હોટસ્પોટ સુરત જિલ્લામાં કોરોનાના કેસો ઝડપથી વધીને ૧પ હજારને પાર થઈ જતા કુલ ૧પરરપ કેસ થયા છે.  રાજયમાં કોરોનામાં મૃત્યુ પામવાના  બનાવો જેમના તેમ એટલે કે વધારા સાથે જારી રહેલ છે. ર૪ કલાકમાં રાજયભરમાં વધુ રપ વ્યકિતઓએ કોરોનામાં જીવ ગુમાવ્યા છે. જેમાં સૌથી વધુ સુરત જિલ્લામાં ૯નાં મોત થયા છે તે પછીના ક્રમે અમદાવાદને બાજુએ રાખી રાજકોટ આગળ વધેલ છે. રાજકોટમાં પાંચ વ્યકિત મૃત્યુ પામી છે. જયારે અમદાવાદમાં ૩ અને વડોદરા જિલ્લામાં ૩ તથા કચ્છમાં બે તેમજ જૂનાગઢ, મહેસાણા જિલ્લા અને અન્ય રાજયમાંના ૧-૧ વ્યકિતઓના મૃત્યુ નિપજેલ છે આ સાથે રાજયભરમાં કોરોનામાં કુલ ર૬પ૪ લોકો મોતને ભેટયા છે. જયારે અમદાવાદમાં કોરોનાનો કુલ આંક ૧૬૩૪ તથા  સુરતમાં કુલ પ૦૭ લોકો મૃત્યુ પામેલ છે.

રાજયમાં બીજી તરફ કોરોનામાંથી સાજા થવાનો મામલો રાહતરૂપ છે. જેમાં ર૪ કલાકમાં વધુ ૧૩૧૧ દર્દીઓ સાજા થવા પામેલ છે. જેને પગલે રાજયભરમાં અત્યાર સુધીમાં કુલ પ૪૧૩૮ લોકો કોરોના મુકત થવામાં સફળ રહેલ છે. રાજયમાં કોરોનાના હાલમાં ૧૪ર૭ર એકિટવ કેસ છે તે પૈકી ૭૩ દર્દી વેન્ટીલેટર પર છેે. જયારે અન્ય ૧૪૧૯૯ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે.