સુરત, તા.૨૬
ડિંડોલીગામમાં વાયરમેન ઉપર ગઈકાલે સાંજે ઘર નજીક રહેતા યુવકે તેની પત્ની સાથે અફેર ચાલતુ હોવાની આશંકા રાખી ચપ્પુના આડેધડ ઝા ઝીકી નાસી ગયો હતો. વાયરમેનને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે બનાવ અંગે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
ડિંડોલી ગામ થાણા ફળિયામાં રહેતા વિપુલ રમેશ પટેલ વાયરમેન તરીકે કામ કરે છે. દરમિયાન ગઈકાલે સાંજે સાડા ચારેક વાગ્યે વિપુલ પટેલ ઉપર તેના ઘર પાસે રહેતા રાહુલ પાટીલે તેની પત્ની સાથે અફેર ચાલતુ હોવાની આશંકા રાખી તેની સાથે ઝઘડો કરી ઢીકમુક્કીનો મારમાર્યા બાદ છાતી, પેટલ, કાન, પીઠના ભાગે ચપ્પુના આડેધડ ઘા ઝીક્ી લોહીલુહાણ કરી નાસી ગયો હતો. વિપુલો મોટોભાઈ હરીશ પટેલશ્વ આરામ કરતો હતો તે વખતે મહોલ્લામાં બુમાબુમ થતા ઘરની બહાર નિકળી ઘર પાસે આવેલા સ્વામીનારાયણ મંદિરની પાછળ ટોળુ એકત્ર જાઈને ત્યાં જતા ખબર પ઼ડી કે તેના ભાઈ વિપુલને રાહુલે આડાસંબંધના વહેમમાં ચપ્પુના ઘા મારી નાસી ગયો છે. વિપુલને લોહીલુહાણ હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અગેં પોલીસે હરીશ પટેલની ફરિયાદ લઈ રાહુલ પાટીલ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.