(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
સુરત આયકર વિભાગમાં કાર્યરત અધિકારીઓ અને કર્મચારીઓ એક બાજુએ જ્યારે બદલીઓની રાહ જોઇને બેઠા છે ત્યારે બીજી બાજુ તેમણે આગામી તા.૩૦મી જૂન સુધીમાં લિમિટેલ સ્ક્રૂટિની એસેસમેન્ટની કામગીરી શરૂ કરવા માટેની સીબીડીટી દ્વારા સુચના આપી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.જે સામે અધિકારીઓ અને કર્મચારીઓમાં થોડી કચવાટ હોવાનું જાણવા મળે છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગત તા.૩૧મી માર્ચ પૂર્ણ થયા બાદ બદલીનો ઓર્ડર ન નીકળે ત્યાં સુધી કોઇપણ નવું કામ શરુ ન કરનારા દરેક આવકવેરા અધિકારીઓને આગામી ૩૦મી જૂન સુધીમાં નવા ઓર્ડરો ન નીકળે ત્યાં સુધી બાકી કામો પૂરા કરવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ દ્વારા આદેશ અપાયો હોવાનું જાણવા મળે છે. આ જ રીતે ઓપરેશન ક્લિન મની હેઠળ જે કરદાતાઓએ તેમના બેંક એકાઉન્ટમાં મોટી રોકડ રકમ જમા કરાવી છે તે કરદાતાઓને આવકવેરા ધારાની કલમ ૧૪ર (૧) અને કલમ ૧૪૮ની જોગવાઇ હેઠળ નોટિસો આપવાની કામગીરી આગામી તા.૩૧મી મે પહેલા પૂરી કરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે.હાઇકોર્ટ અને ટ્રીબ્યુનલમાંથી આકરણી કરવા માટે મોકલી આપવામાં આવેલા કેસો એટલે કે સેટ એસાઇડ એસેસમેન્ટના કેસો તથા કેસ રિઓપન કરવા માટે આવક વેરાની કલમ ૧૪૭ હેઠળ નોટિસ આપવામાં આવી હોય તેવા કેસોની ઇ-પ્રોસિડિગ્સ ૩૦મી જૂન સુધીમાં પૂરી કરી આપવાનો આદેશ આપવામાં આવ્યો છે આ પ્રકારના પણ ઓછામાં ઓછા ૨૫ કેસ પૂરા કરી આપવાનો આદેશ કરવામાં આવ્યોછે આવકવેરા ખાતાની જૂની ડિમાન્ડ (વેરાના લેણા) સામે રિફંડની રકમ ૨૪૫ હેઠળ સેન્ટ્રલ પ્રોસેસિગ સેન્ટર દ્રારા જે નોટિસો ૩૧મી મે સુધી મોકલી આપવામાં આવી હોય તેવા કેસ ૩૧ મી માર્ચ૨૦૧૮ સુધીમાં મોકલી આપવાનો આદેશ આપવામાં આવ્યો આદેશ આપવમાં આવ્યો છે. આદેશ કેસોની ચકાસણી કરીને ફાઇનલ ઓર્ડર પણ ૩૧મી મે સુધીમાં આપી દેવાની સૂચના આપી દેવાઇ છે. ડિમાન્ડને પ્રમાણિત કરવાની પણ તેમને કરવા જણાવાયું છે આ જ રીતે આવકવેરા ખાતાની રૂ.૧ કરોડ થી વધુ રકમની ડિમાન્ડ બાકી હોય તેવા ડોઝિયર ડિમાન્ટ કેસ અંગેના રિપોર્ટસ આગામી તા.૩૦ મી જૂન સુધીમાં મોકલી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. ઑડિટ ઓબ્જેકશનના ૩૦ ટકા મોટા કેસોમાં અને ૫૦ ટકા નાના કેસોમાં ૩૧મી માર્ચ ૨૦૧૮ સુધીમાં ઊભા કરવામાં આવેલા ઑડિટ ઓબ્જેકશનના કેસોમાં ૩૧મી જૂન ૨૦૧૮ સુધીમાં ફાઈનલ રિપ્લાય મોકલી આપવાની સૂચના આપવામાં આવી છે. ટેક્સ ડિડક્ટેટ એટ સોર્સની જોગવાઈ હેઠળ પેમેન્ટ આપતી વખતે કે પગાર આપતી વખતે કરવામાં આવેલી કર કપાતના નાણાં જે કરદાતાઓએ આવકવેરા ખાતામાં જમા ન કરાવ્યા હોય તે કરદાતાઓ પાસે બાકી નાણાંની વસૂલાત ૩૦મી જૂન સુધીમાં કરી લેવાનો આદેશ સીબીડીટીના આંતરિક સૂચના પત્રમાં આપવામાં આવ્યો છે. પહેલી એપ્રિલ ૨૦૧૮ ના દિને ટીડીએસની માફક ટીસીએસના ડિફોલ્ટરો પાસેથી પણ વહેલામાં વહેલી વસૂલી લઈ આવવાના આદેશો અપાયા છે. કેન્દ્ર સરકારે આવકવેરા ખાતાની બાકી વેરાની રિક્વરીની પ્રક્રિયાને વધુ સતેજ કરવા માટે આક્રમક અભિગમ અપનાવવા માંડ્યો છે.આ સંદર્ભમાં ૩૦મી જુન સુધીમાં દરેક અધિકારીઓને તેમના રિપોર્ટસ રજૂ કરી દેવાની સુચના આપવામાં આવી છે. આ પ્રકારના કેસોમાં ઇન્કમટેક્સ બિઝનેસ એપ્લિકેશન મોડ્યુલ મારફતે ઓછામાં ઓછા દસ ઓર્ડર મોકલી આપવા જણાવવામાં આવ્યું છે. ટીડીએસ ટેકસ ડિડશકન એટ સોર્સના કેસમાં આવકવેરા ધારાની કલમ ૨૦૧ (૧) (૧એ) માં કરવામાં આવેલી જોગવાઇ મુજબ સર્વ (તપાસ) કરવામાં આવી હોય અને ૩૧ મી માર્ચ ૨૦૧૮ સુધીમાં આ કાર્યવાહી પૂરી કરી દેવામાં આવી હોય તો તેને લગતા ઓર્ડર પણ પાસ કરી દેવાના આદેશો આપી દેવામાં આદેશો આપી દેવામાં આવ્યા છે. દસ લખ રૂપિયા કે તેનાથી વધુ રકમની ડિમાન્ડ હોય તેવા કેસમાં કમિશનર અપીલે ડિમાન્ડ કનફર્મ કરી હોય તેવા તમામ કેસમાં ટેક્સ રિકવરીની કામગીરી ૩૦મી જૂન સુધીમાં પૂરી કરવા આદેશ આપવામાં આવ્યો છે. જો કે, ઓછામાં ઓછા ૩૦ રિક્વરી સર્ટીફિકેટ્‌સનો નિકાલ કરવાનો આદેશ ટેક્સ રિકવરી ઑફિસરને આપવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.