(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૮
સુરત અને ઉધના વચ્ચેથી પસાર થતી ટ્રેનની ટક્કરથી ઘાયલ થયેલ યુુવકનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. રેલવે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર સુરત – ઉધના સ્ટેશન વચ્ચેના ડાઉન ટ્રેક પરથી ટ્રેન પસાર થઇ રહી હતી, ત્યારે ગતરોજ એક યુવક (ઉ. વ. ૩૫)ને ગંભીર ઇજાઓ થઇ હતી. જેને સારવાર અર્થે તાત્કાલિક સ્મીમેર હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ઓપીડી વિભાગમાં સારવાર દરમિયાન ટુંકી સારવારના અંતે અજાણ્યા વ્યક્તિનું મોત થયું હતું. વધુમાં આ અજાણ્યો યુવક શરીરે મધ્યમ બંધો ધરાવે છે. તથા રંગે ઘઉ વર્ણ ધરાવે છે. આ બનાવ અંગેની વધુ તપાસ ઉધના રેલ્વે પોલીસ સ્ટેશનના દિલીપભાઇ બાબુભાઇ કરી રહ્યા છે. વધુ તપાસ રેલ્વે પોલીસ સ્ટેશનના દિલીપભાઇ બુલાભાઇ કરી રહ્યા હોવાનું જાણવા મળે છે.