(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૯
સુરત ખાતે આવેલા એપીએમસી માર્કેટમાં વેપાર કરવા માટે વહીવટી વિભાગ દ્વારા પાસ આપવામાં આવે છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી નકલી પાસ સાથે લોકો પ્રવેશતા હોવાની ફરિયાદના આધારે માર્કેટના કર્મચારી દ્વારા તપાસ કરવામાં આવતા નકલી પાસનું કૌભાંડ સામે આવ્યું હતું. નકલી પાસ બનાવી ટેમ્પો ચાલકો માર્કેટમાં પ્રવેશ કરી કરતા હોવાઇને લઈને ગતરોજ ૨૦ અને આજે ૧૭ ટેમ્પો ઝડપી પડી તમામ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદના આધારે વહીવટી વિભાગ દ્વારા ચેકિંગ શરુ કરવામાં આવ્યુ હતું. ગુરૂવારે ૨૦ જેટલા ટેમ્પા અને શુક્રવારે ૧૭ જેટલા ટેમ્પા ઝડપી પાડવામાં આવ્યા હતા.આ નોટિફાઈટ વિસ્તારમાં જેમની પાસે લાઇસન્સ અથવા પાસ હોય તેને જ પ્રવેશ આપવામાં આવતો હોય છે. આ લોકો નકલી પાસ બનાવી છેલ્લા લાંબા સમયથી ગેરકાયદે પ્રવેશ કરીને વેપાર કરતા હોવાનું સામે આવતા શુક્રવારે સિક્યુરિટી જવાનો દ્વારા આ મામલે પોલીસમાં ફરિયાદ કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. નકલી પાસનું કૌભાંડ સામે આવતા તંત્ર પણ દોડતું થઇ ગયું હતું.