(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨૮
સુરત એરપોર્ટને ઈન્ટરનેશનલ અને કસ્ટમ એરપોર્ટ જાહેર ન કરાતા સુરત એરપોર્ટ એકશન કમિટી (એસએએસી) દ્વારા આગામી તા.૧લી ઓક્ટોબરથી એરપોર્ટ સામે ભુખ હડતાળની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી,પરંતુ આ અંગેની પોલીસ કમિશનર દ્વારા પરવાનગી નહીં અપાતા તા.૧લીએ માત્ર સાધારણ ધરણા યોજી વિરોધ પ્રદર્શન કરાનાર હોવાનું જાણવા મળે છે.
સાકના પ્રમુખ સંજય ઈઝાવાના જણાવ્યા અનુસાર સુરત એરપોર્ટ એકશન કમિટી સુરત એરપોર્ટ ના વિકાસ માટે દ્યણા વર્ષોથી નિઃસ્વાર્થ ભાવે કામ કરી રહેલ છે. ૬૫ લાખ ની વસ્તી ધરાવતું સુરત શહેર દુનિયાનું એક માત્ર શેહર છે , જયાં આંતરરાષ્ટ્રીય હવાઈ સેવા ઉપલબ્ધ નથી. સુરત વિશ્વમાં ચોથા ક્રમે વિકસતું શેહર છે. પણ દુનિયા સાથેની એર કનેક્ટિવિટી માં શૂન્ય છે. તા -૧/૨/૧૭ ના રોજ (એસએએસી) દ્વારા ભારતના વડાપ્રધાનથી લઈને સુરત મહાનગર પાલિકાના તમામ કોર્પોરેટર સુધી , સુરત ને તા -૩૦ સેપ્ટામ્બેર ૨૦૧૭ સુધી ઇન્ટરનેશનલ એરપોર્ટ તરીકે જાહેરાત કરવા માટે વિનંતી પત્રો મોકલવામાં આવ્યા હતા. તદ્‌ ઉપરાંત ભારત ના ઉડયન મંત્રી , એરપોર્ટ ઓથોરિટી ચેરમેન , અન્ય દ્યણી બધી એરલાઈન્સના માલિક જાડે પણ અવારનવાર મિટિંગો કરી ચર્ચા કરવામાં આવી પરંતુ, આજ દિન સુધી સુરતને ઇન્ટરનેશનલ / કસ્ટમ એરપોર્ટ જાહેર કરાયું નથી. એસએએસી દ્વારા તા -૧ ઓક્ટોબર ૨૦૧૭ ના રોજ એરપોર્ટ મેઈન ગેટ બહાર કરવામાં આવનાર ભૂખ હડતાલમાં શામિલ થવા શહેરીજનોને અપીલ કરવામાં આવે છે. અચોક્કસ મુદત ની ભૂખ હડતાલ માટે સુરત સિટી પોલીસ કમિશનર પાસે સાક દ્વારા મંજૂરી માંગવામાં આવેલ હતી. પરંતુ સુરત પોલીસ કમિશનર તરફ્‌ થી ફ્‌ક્ત એકજ દિવસની એટલે કે તા. ૧ /૯ /૧૭ ના રોજ ધરણા માટેની મંજૂરી આપવામાં આવી છે. આ એક દિવસીય હડતાલ થી સુરતની વર્ષોની જે માંગણી છે તેમાં કોઈ ઉકેલ ના આવે તો (એસએએસી) દ્વારા હજુ પણ હડતાલ પર ઉતારવાની પૂરેપૂરી તૈયારી વ્યક્ત કરવામાં આવે છે.