ભરૂચ, તા.૨૯
સુરતની કંપનીમાં કામ કરતા શ્રમજીવીઓ હવે લોકડાઉનના કારણે સાયકલ ઉપર જ પોતાના માદરે વતન પટના ખાતે જવા માટે મજબૂર બન્યા છે. ગતરોજ ૧૪ થી ૧૫ જેટલા શ્રમજીવીઓ સુરત ખાતેથી સાયકલ લઇ અંકલેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા.
કોરોના વાયરસના કારણે સમગ્ર વિશ્વ જાણે કે થંભી ગયું હોય તેમ લાગી રહ્યું છે. શ્રમજીવીઓ અને મજૂરો પોતાના વતન તરફ જવાની જીદ પકડીને બેઠા છે. ગતરોજ પોતાના વતન તરફ જવાની મીટ માંડીને સાયકલ પર શ્રમજીવીઓનો એક કાફલો અંકલેશ્વર સુધી આવી પહોંચ્યો હતો. કલાકો સુધી સતત સાઇકલ ચલાવી અંકલેશ્વર સુધી આવી પહોંચેલા કાફલો હજુ હજારો કિલોમીટરનું અંતર કાપી છેક પટના સુધી જનાર છે. શ્રમજીવીઓએ જણાવ્યા મુજબ સુરતમાં તેઓ કંપનીઓમાં મજૂરીકામ કરતા હતા લોકડાઉનની જાહેરાત થતા તેમના શેઠ પોતાના વતન કાઠીયાવાડી જતા રહ્યા છે. ભોજન સહિત રહેવાની પણ તકલીફ પડતી હોવાના પગલે તેઓએ પૈસા એકત્રિત કરી સાયકલ થકી પોતાના માદરે વતન જવા માટે રાહદારી બન્યા છે.
સુરત કંપનીમાં કામ કરતા ૧૫ જેટલા શ્રમિકો સાઈકલ પર વતન જવા મજબૂર

Recent Comments