સુરત, તા.૧પ
સુરત શહેરમાં ધીમે-ધીમે ગંદકીનું પ્રમાણ વધી રહ્યું છે. ઠેર-ઠેર ઉકરડા સર્જાતા હોવાનું જોવા મળે છે. ત્યારે મનપા કન્ટેનર શહેરને બદલે સુરતને કચરા ફ્રી કરે તેની જરૂરી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા કચરાના કન્ટેઇનરો હટાવવાના નિર્ણયને પગલે શહેર આખું ઉકરડો બનાવ તરફ જઇ રહ્યું છે. ખાસ કરીને રહેણાંક વિસ્તારોમાં તો લોકોએ કચરાગાડીનો સમય સાચવવોે શરૂ કરી દીધો છે. જો કે, ખાસ કરીને જાહેરમાં જે ગંદકી ઠલવાઇ રહી છે તેની પાછળ ફેરિયાઓ, દુકાનદારો, લારી ગલ્લા અને હોટલ રેસ્ટોરન્ટવાળાનો હિસ્સો હોવાનું દેખાઇ રહ્યું છે. ત્યારે જો પાલિકા આ મુદ્દે કોઇ યોગ્ય વિકલ્પ નહીં લાવે તો આ સમસ્યાનો કોઇ ઉકેલ આવે તેવું લાગતું નથી.
મહાનગરપાલિકાના વહીવટી તંત્ર અને શાસકોએ તરંત્રી નિર્ણય લીધો હતો કે શહેરને કન્ટેઇનર ફ્રી બનાવાય ખરેખર તો શહેરને કચરાથી ફ્રી બનાવવાનું અભિયાન શરૂ કરાવવાની જરૂર હતી. બન્યું એવું કે દિવાળી પહેલાં જ પાલિકાએ શહેરભારમાંથી કચરાના કન્ટેઇનરો હટાવી લીધાં જેને પગલે લોકોએ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.