(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૪
ગઈકાલે લોકસભાની ચૂંટણી અન્વયે ડીસીપી પોલીસ સતત રાઉન્ડ ધ કલોક પેટ્રોલિંગ કરી રહી હતી. દરમિયાન પોસઈ વી.વી. ભોલા, હે.કો. નિતેશ તનસુખ, પો.કો. દેવેન્દ્રદાન ગંભીરદા, મુકેશ મૂળચંદ સહિતનાને મળેલી બાતમીના આધારે સરથાણા કેનાલ રોડ પુણાનંદ ટ્રેડર્સ સામે ખેતરમાં દરોડા પાડ્યા હતા. બે કાર જપ્ત કરી ઝડપી લેતા કારમાંથી રૂા.૧,૪૭,૫૦૦ની કિંમતની ૨૯૫૦ દારૂની બોટલો મળી આવી હતી. ડીસીબી પોલીસે આરોપી કૈલાશ મારવાડી, મુકેશ ભાસ્કર, સંભાજી પુંડલીક વાનખેડે, નરેન્દ્ર લક્ષ્મણ રાઠોડની ધરપકડ કરી હતી. ડીસીબી પોલીસે દારૂનો જથ્થો પાંચ મોબાઈલ ફોન બે કાર રોકડા મળી કુલ રૂા.૮,૫૫,૦૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારૂનો જથ્થે મધ્યપ્રદેશ ધાર ખાતેથી લાવવામાં આવ્યો હતો. આરોપી મુન્ના ભુસ્કા નામના સપ્લાયરને વોન્ટેડ જાહેર કર્યો હોવાનું જાણવા મળે છે.