સુરત, તા.૭
કતરગામ ડભોલી ચાર રસ્તા વિસ્તારમાં રહેતા અને વિદેશમાં શાકભાજી ઍક્ષપોર્ટ કરતા વેપારી પાસેથી ફોર્ડ કંપનીની ઍન્ડેવિયર ગાડીના બાકી નિકળતા રૂપિયા ૧૩ લાખની વસુલાત કરવા માટે તેને વેસુમાં વિજયા લક્ષ્મી હોલની પાસે આવેલ તબેલામાં બોલાવ્યા બાદ બે રબારીઓઍ લાકડાના ફટકાથી ઢોર મારમાર્યો હતો અને પૈસા નહી આપે તો જાનથી મારી નાંખવની ધમકી આપી હતી.
ડભોલી ચાર રસ્તા હેની આર્કેડની સામે યોગીનગર સોસાયટીમાં રહેતા વિરેશ તરસરીયા સિંગણપોર રોડ પર સિલ્વર સ્ટોન આર્કેટમાં કવાલીટી ગ્રુ નામથી શાકભાજીનો વિદેશમાં એક્સ્પોર્ટનો ધંધો કરે છે. વિરેશભાઈઍ આ પહેલા વેસુમાં ઍસ.ઍન.ઍસ. સ્કવેર વિજયા લક્ષ્મી હોલની સામે ઓફિસ આવેલી હતી. વિરેશે રાજુ ઉફે ચુંડા તળજા રબારી પાસેથી લાલ કલરની એન્ડેવિયર લક્ઝરી કારનો રૂપિયા ૨૦.૨૧ લાખનો સોદો કર્યો હતો અને જેતે વખતે રૂપિયા ૭.૨૧ લાખ ચુકવી આપ્યા હતા. જયારે બાકીના રૂપિયા ૧૩ લાખ ત્રણ મહિના સુધીમાં આપવાનું નક્કી કયું હતું. લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી વિરેશભાઈ પાસે આર્થિક સગવડ થઈ ન હતી. અને રાજુઍ તાત્કાલિક પૈસા ચુકવી આપવાનું કહેતા વિરેશભૅ આ અંગે તેની ઓફિસની સામે ભરત ઉર્ફે કાળુ રબારીને વાત કરી હતી. ત્યારબાદ પોતે ગાડી ખરીદી લીધી છે અને બાકીના રૂપિયા બાબતે તેના વેસુ ખાતે આવેલા તબેલા ખાતે બોલાવ્યો હતો. તબેલા ખાતે ગયા હતા ત્યાં રાજુ રબારી અને તેની સાથે વિજય મફા દેસાઈ હાજર હતા. તે સમયે રાજુએ વિરેશને લાકડાના ફટકા પગમાં મારીને રૂપિયા નહી આપે તો જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ મામલામાં રાજુ અને વિજય સામે ફરિયાદ નોંધાઈ છે.
Recent Comments