(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૩૦
કોરોના વાયરસનાં વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં તાપી નદીમાં કોઈપણ મૂર્તિના વિસર્જન ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. છતાં પણ દશામાંની પ્રતિમાનું તાપી નદીમાં વિસર્જન કરવા માટે ઠેર-ઠેર ઓવારા, કોઝવે ઉપર ઉમટી પડ્યા હતા. સુરતની તાપી નદીના મોટાભાગના ઓવારા તંત્ર દ્વારા બંધ કરવામાં આવ્યા હોવાથી લોકો દસ દિવસ સુધી દશામાંની મૂર્તિની પૂજા કરનારા ભક્તો મૂર્તિઓને ઓવારા ઉપર મૂકીને ચાલ્યા ગયા હતા. સરદાર બ્રીજ નીચેનો ઓવારો સહિતના ઠેર ઠેર ઓવારે દશામાંની મૂર્તિનો ખડકલો થઈ ગયો હતો.