સુરત,તા.૧૧
સુરત શહેર તથા જિલ્લામાં પરવત પાટિયા ખાતે આવેલી સ્ટેપીંગ સ્ટોન સ્કૂલ અને બમરોલી ખાતે આવેલી તિરૂપતિ સ્કૂલ તથા સચિન વિસ્તારની મનોજ વીરેન્દ્ર પ્રતાપસિંહ સ્કૂલની ગુજરાત માધ્યમિક અને ઉ.મા. શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ઉપરોક્ત ત્રણેય સ્કૂલોની માન્યતા રદ્દ કરવામાં આવી છે. જેથી આ શાળાઓમાં જુન-ર૦ર૦થી કોઈ વાલીઓએ પોતાના સંતાનોની માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં પ્રવેશ મેળવવો નહીં. જો પ્રવેશ મેળવશે તો તેની જવાબદારી વાલીની રહેશે. તેમ સુરત જિલ્લા શિક્ષણાધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.