(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૮
શહેરમાં ગુરૂવાર સુધીમાં કુલ ૭૮૨ કેસ કોરોના પોઝિટિવના થયા હતા. શુક્રવારે ૯ નવા કોરોના પોઝિટિવ કેસ ઉમેરાયા છે. જેથી સુરત શહેર કુલ કેસોની સંખ્યા ૭૯૧ પર પહાેંચી છે. જે સાથે સુરત જિલ્લાના આજ સુધીમાં કુલ ૪૩ કેસ થયા છે. સુરત શહેરનો પોઝિટિવીટી રેટ ૫.૪ ટકા નોંધાયો છે. આ ઉપરાંત સુરતથી ઓરિસ્સા ગયેલા ૨૬ શ્રમિકોને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. તમામ પોઝિટિવ શ્રમિકો સુરતની ડાયમંડ ફેકટરીમાં કટીંગ પોલીશ્ડના કારીગર હોવાનું ઓરિસ્સા સરકારના જનસંપર્ક કાર્યાલય દ્વારા અંદાજ મુકવામાં આવ્યો છે.
સુરત શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતાં તંત્ર ચિંતીત દેખાઇ રહ્ના છે. ખાસ કરીને લિંબાયત વિસ્તારમાં કોરોના પોઝિટિવનો આંકડો ૩૦૮ પર પહોંચી જતાં લિંબાયતને કોરોના મુકત કરવા માટે અનેક મહત્ત્વના પગલાઓ લીધા છે. પાલિકાએ એપીએક્ષ પદ્ધતિથી ડોર ટુ ડોર સર્વેલન્સની કામગીરીનો દૌર શુક્રવારથી શરૂ કર્યો છે. આ ઉપરાંત લિંબાયતના તમામ એન્ટ્રી અને એકઝીટ પોઇન્ટ બંધ કરી દેવામાં આવ્યા છે. લોકોનું સ્કેનીંગ કરવાની કામગીરી પણ શરૂ કરી છે. શુક્રવારે વધુ ૯ કેસ સામે આવ્યા છે. આ તમામ હોટ સ્પોટ અને રેડ ઝોન વિસ્તારના કેસો છે. આ સાથે સુરત શહેરમાં પોઝિટિવ કેસનો આંક ૭૯૧ પર પહાેંચી ગયો છે. જિલ્લાના ૪૩ કેસ મળી કુલ કેસની સંખ્યા ૮૩૪ પર પહોંચી છે. અત્યાર સુધી ૩૭ વ્યક્તિ મોતને ભેટી ચુક્યા છે. આ ઉપરાંત સુરતથી ઓરિસ્સા ગયેલા ૨૬ શ્રમિકોને કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે. જેમાં ૧૭ શ્રમિકો ગંજામ, ચાર મયુરગંજ અને પાંચ સેન્દ્રાપાડાના વ્યક્તિ હોવાનું સામે આવ્યુ છે. આ તમામ પોઝિટિવ શ્રમિકો સુરતની ડાયમંડ ફેકટરીમાં કટીંગ પોલીશ્ડના કારીગર હોવાનું ઓરિસ્સા સરકારના જનસંપર્ક કાર્યાલય દ્વારા અંદાજ મૂકવામાં આવ્યો છે. આશરે ઓરિસ્સાના ૩ લાખ લોકો આ ફેકટરીમાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે.
સુરત જિલ્લામાં નવા ૪૨ કેસ નોંધાતાં પોઝિટિવનો આંક ૮૩૪ થયો

Recent Comments