(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૮
સુરત શહેરમાં ૪૬ અને જિલ્લામાં ૧૩ મળી કુલ ૫૯ જેટલા કેસ નોંધાઈ ચુક્યા છે. આજે બપોર સુધીમાં કુલ ૫૯ કેસ નોંધાય ચુક્યા છે. જેમાં સુરત શહેરમાં ૪૬ અને ગ્રામ્યમાં ૧૩ કેસ નોંધાયા છે. આ સાથે સુરત શહેર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૩૧૫૪ ઉપર પહોંચી ગઈ છે. જેમાં શહેરમાં ૪૮૮૭ અને ગ્રામ્યમાં ૨૬૭ થયો છે. જયારે મરણાંક સુરત શહેરમાં ૧૧૫ અને ગ્રામ્યમાં ૩ મળી કુલ ૧૧૮ થયો છે. જ્યારે નવસારીમાં એક મીલના હેલ્થ સેન્ટરના કર્મચારી, નિવૃત શિક્ષક અને યુવતીનો પોઝિટિવ કેસ બહાર આવ્યો છે. આ સાથે નવસારીમાં પોઝિટિવ કેસનો આંકડો ૪૩ ઉપર પહોંચી ગયો છે. આજે જાહેર થયેલા ત્રણ કેસમાં બીલીમોરા દેવસર વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષીય યુવતી, નવસારીમાં રહેતા નિવૃત ૭૭ વર્ષીય શિક્ષક અને કાછીયાવાડીમાં રહેતા સુરતની એક મીલના હેલ્થ સેન્ટરના કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સાથે જ નવસારીમાં પોઝિટિવ કેસનો આંકડો ૪૩ ઉપર પહોંચી ગયો છે.