(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૭
કોરોનાની મહામારીના કારણે વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને લઈને પરીક્ષા મોકૂફ કરવા માટે થઈ રહેલા વિરોધમાં એનએસયુઆઈના કાર્યકરો જ્યાં સુધી પરીક્ષા મોકૂફનો પરિપત્ર રદ નહીં થાય ત્યાં સુધી કુલપતિની ઓફિસની બહાર ધરણા પર બેઠા છે. આગામી ૨૫મી જૂનથી નર્મદ યુનિવર્સિટી પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો છે જેને લઈને એબીવીપી, એનએસયુઆઈ તથા સેનેટ સિન્ડિકેટ સભ્યો દ્વારા જોરદાર વિરોધ થઈ રહ્યો છે જેમાં એનએસયુઆઈએ ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યા બાદ બુધવારે સવારથી એનએસયુઆઈના ભાવેશ રબારી, મનીષ દેસાઈ સહિતના કાર્યકરો કુલપતિની ઓફિસની બહાર ધરણા પર બેસી ગયા છે તેમના જણાવ્યા મુજબ, કોરોનાના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષા આપવી મુશ્કેલ છે. આથી અમો એ માંગ કરી હતી કે ક્યાં તો માસ પ્રમોશન અપાવું ક્યાં તો ઓનલાઈન પરીક્ષા લેવી જોઈએ અને આ બંનેમાંથી કોઈ વિકલ્પ નહીં હોય તો પરીક્ષા મોકૂફ રાખવી જોઈએ. પરંતુ યુનિવર્સિટી દ્વારા કોઈ હુકમ નહીં થતાં બુધવારે ધરણા પર બેઠા છે અને જ્યાં સુધી કુલપતિ ૨૫મી શરૂ થનારી પરીક્ષા રદ કરવાનો પરીપત્ર જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી એનએસયુઆઈના કાર્યકરો કુલપતિ ઓફિસમા ધરણા પર બેસી રહીને વિરોધ શરૂ કરવાનું નક્કી કર્યું છે.