(સંવાદદાતા દ્વારા) સુરત, તા. ૪
શહેરના ઉમરા-પીપલોદ ખાતે આવેલ સુરત પારસી પંચાયત ટ્રસ્ટની જમીન પચાવી પાડવા ખોટા પાવર ઓ એટર્ની અને કબજા રસીદ લખી આપીમોટી રકમો મેળવનારા બે મહિલાઓ સહિત પાંચ વ્યકિતઓ સામે ઉમરા પોલીસ મથકમાં ફરિયાદ પાર્લે પોઈન્ટ મસ્કતિ પ્લોટ વિભાગ-૨ ખાતે રહેતા જમશેદ દોટીવાલાએ નોંધાવતા પોલીસે ગુનો નોંધાયો હતો.
પોલીસ સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના પાર્લે પોઇન્ટ મસ્કતિ પ્લોટ વિભાગ-૨ ખાતે જમશેદ પરસોત્તમ દોટીવાળા રહે છે. ૬૯ વર્ષના જમશેદ સુરત પારસી પંચાયત ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. સુરત પારસી પ઼ચાયત ટ્રસ્ટની એક જમીન ટી.પી. સ્કીમ નંબર-૪ સર્વે નંબર-૩૬ અને ફાઈનલ પ્લોટ નંબર-૩૬ પીપલોદ ખાતે આવેલી છે. આરોપી ધીરૂભાઈ નાયકા, બબલીબેન નાયકા, નવીન પાયકા, વિનોદ નાયકા તથા લત્તાબેન જિતેન્દ્રભાઈ વિગેરેઓએ એકબીજાની મદદગારી કરીને પારસી પ઼ચાયત ટ્રસ્ટની જમીન પચાવી પાડવાના હેતુથી તેઓ માલિક ન હોવા છતાં પણ ખોટી રીતે પાવર બનાવી અશ્વિન લાલજી વિરડીયાને રસીદો બનાવી મોટી રકમ મેળવી ફરાર થઈ ગયા હતા.ઉમરા પોલીસે જમશેદ દોટીવાળાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.ક