(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
હું સિવિલ હોસ્પિટલમાં મોટો ડોક્ટર છું અને પોસ્ટ મોર્ટમ વિભાગમાં નોકરી કરૂં છું. તમારા પુત્રનું ઓપરેશન કરી આપીશ, આ પ્રકારની લોભામણી વાતો કહી અજાણ્યા ગઠિયાએ શ્રમજીવી મહિલા પાસેથી નાણાં પડાવી તેમને કોઇ ભળતું જ સ્વાસ્થ્ય કાર્ડ બનાવી આપી રફુચક્કર થઇ ગયો છે. જ્યારે કાર્ડ લઇને મહિલા પુત્રની સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના ધક્કા ખઇ રહી છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર લાલા બાવાનો અખાડો ખાતે રહેતા પૂનમબેન ગુપ્તા આજે સવારે પુત્ર સુમિત ગુપ્તા (ઉ. વ. ૧૩)ને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં મળી આવી હતી. જ્યાં તેમને પ્રાસ્ટિક સર્જન નહીં મળતા પરત ફરવાનો વારો આવ્યો હતો. ત્યારે પૂનમબેનએ જણાવ્યું હતું કે, ગત મે મહિનામાં શેરડીના રસ કાઢવાના મશીનમાં પુત્ર સુમિતનો એક હાથ આવી જતા છુંદાઇ ગયો છે. પહેલા તેમને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં બતાવ્યું હતું. જ્યાં ડોક્ટરે એક લાખથી વધુનો ખર્ચો બતાવ્યો હતો. આ દરમિયાન ૨૦ થી ૨૫ દિવસ પહેલા તેમને એક ગઠિયો મળ્યો હતો અને તેને પોતાની ઓળખ સિવિલ હોસ્પિટલનામોટા ડોક્ટર તરીકે આપી હતી અને પુત્રની સારવાર કરાવી આપીશું તેવી આશા લગાડી હતી. ત્યારબાદ ગઠિયાએ તેમને સિવિલ હોસ્પિટલના નામે એક કોઇ ભળતોજ કાર્ડ બનાવી આપ્યો હતો અને તેમની પાસેથી રૂા. ૨૦૦૦પડાવી લઇ તેમને મોબાઇલ નંબર આપીને ૧૪ તારીખે સિવિલ હોસ્પિટલમા ઓપરેશન માટે બોલાવ્યા હતા. પૂનમબેન સારવારની આશા સાથે ૧૩ તારીખે પુત્રને લઇને સિવિલ હોસ્પિટલમાં પહોંચી ગયા હતા અને ત્યાં પૂછપરછ વિભાગમાં કાર્ડ બતાવી તેમજ ડોક્ટરનું નામ પૂછતા ત્યાં જણાવવમાં આવ્યું હતું કે અહીંયા આ કાર્ડ ચાલશે નહીં અને આ નામનો ખોઇ ડોક્ટર પણ નથી, જેથી પૂનમબેન ચોકી ગયા હતા અને જે નંબર આપવામાં આવ્યો હતો તેના ઉપર કોલ કરતા તે પણ બંધ બતાવતો હતો, તેઓ ત્યાથી સ્મીમેર હોસ્પિટલમાં દોડી આવ્યા હતા. જોકે, અહીંયા પણ તેમને આવા જવાબો મળ્યા હતા. ત્યારે તેમને ખ્યાલ આવ્યો હતો કે, અજણ્યો ગઠિયો સારવાર કરાવવાના નામે તેમને છેતરી ગયો છે. હવે તેમને સ્મીમેર હોસ્પિટલમાં પુત્રની સારવાર શરૂ કરાવી છે.