(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
લોકડાઉનમાં સતત ખડેપગે ફરજ બજાવતા પોલીસ જવાનોનું સ્વાસ્થ્ય અને આરોગ્ય જળવાઇ રહે તે માટે સુરત શહેર પોલીસ કમિશ્નર જલાકા મેડિકલ ચેડઅપ વાનનો પ્રારંભ કર્યો છે.
સુરત શહેર પોલીસ કમિશ્નર આર.બી.બ્રહ્મભટ્ટે સુરત શહેર પોલીસ કમિશ્નર કચેરીથી ત્રણ જેટલી મેડિકલ ચેક અપ વાનનું લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. વિમા કોરોનાનો કહેર યથાવત્‌ છે અને ભારત દેશમાં પણ કોરોનાનો કહેર વર્તાઇ રહ્યાં છે. આ રોગની કોઇ દવા શોધાઇ નથી. જોકે માત્ર સોશ્યલ ડિસ્ટન્સ રાખીએ તો જ આ રોગને અટકાવી શકાય છે. માટે સરકાર દ્વારા દેશમાં ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિની સાથે સાથે લોકો ઘરોમાં રહે તે માટે પોલીસ જવાનો પોતાના કે પોતાના પરિવારની ચિંતા કર્યા વગર જીવના જોખમે ફરજ બજાવી રહ્યાં છે. આવાં પોલીસ કર્મીઓનું આરોગ્ય જળવાઇ રહે તે માટે શહેર પોલીસ કમિશ્નર દ્વારા ત્રણ મેડીકલ ચેક અપ વાનનો પ્રારંભ કર્યો હતો. આ વાન શહેરના વિવિધ વિસ્તારોમાં ફરીને ફરજ બજાવતા પોલીસ જવાનોની તબીબી તપાસણી કરી જરૂરી દવાઓ આપશે.