(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૫
શહેર પોલીસ હાલમાં બળબળતા તડકા વચ્ચે પણ ઉભા રહીને લોકડાઉનનો અમલ કરાવી રહી છે ત્યારે કર્મચારીઓનો ઉત્સાહ વધારવા માટે ખુદ પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ રોજ સવાર-સાંજ એક કલાક ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ બજાવશે. પોલીસ કમિશનર ઉપરાંત શહેરના તમામ પીઆઈ, એસીપી, ડીસીપી અને જાઈન્ટ પોલીસ કમિશનર પણ શહેરના અલગ અલગ પોઈન્ટ ઉપર એક કલાક ફરજ બજાવશે. કોરોના વાયરસની મહામારીમાં લોકડાઉનનો પોલીસ દ્વારા કડકપણે અમલવારી કરાવવામાં આવી રહી છે. બળબળતા તડકામાં પણ પોલીસ શહેરના અલગ અલગ પોઈન્ટ ઉપર તેમજ પેટ્રોલીંગ કરી રહ્ના છે. તેમજ બિનજરૂરી ઘરની બહાર નિકળતા લોકોને સમજાવી પરત ઘરે ફરી રહ્યા છે જેમાં કેટલાક કિસ્સામાં લોકો બિનજરૂરી પોલીસ સાથે પણ ઘર્ષણમાં ઉતરી તેમની સાથે માથાકૂટ કરવાનાશ્વ બનાવો પણ બન્યા છે. દરમિયાન પોલીસ કર્મચારીઓનો ઉત્સાહ વધારવા અને લોકડાઉનનો કડકપણે અમલવારી કરાવવા માટે ખુદ પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ રોજ સવાર-સાંજ એક-એક કલાક ટ્રાફિક પોઈન્ટ ઉપર ફરજ બજાવાનો નિર્ણય કર્યો છે અને પોલીસ કમિશનર આર.બી.બ્રહ્મભટ્ટ ગઈકાલે સાંજે કેબલ સ્ટીજ બ્રીજના સ્ટારબજારના છેડા બાજુ એક કલાક પોઈન્ટ પર હાજર રહ્યા હતા અને આજે સવારે પણ પોઈન્ટ પર હાજર રહ્યા હતા. પોલીસ કમિશનર ઉપરાંત શહેરના તમામ પીઆઈ, એસીપી, ડીસીપી, અને જોઈન્ટ પોલીસ કમિશનર પણ શહેરના અલગ અલગ પોઈન્ટ પર એક કલાક ફરજ બજાવશે હોવાનો નિર્ણય લેવાયો હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.