(સંવાદદાતા દ્વારા)
સુરત, તા. ૧૬
ઓનલાઈન શિક્ષણના નામે ફી માંગતી શાળાની માન્યતા રદ કરવાની માંગ સાથે યુથ કોંગ્રેસ દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપ્યુ હતું. શિક્ષણનો વેપાર બંધ કરોના નારા સાથે જિલ્લા શિક્ષણાધિકારીને બંગડીઓ દેખાડવામાં આવી હતી. સાથે જ ઓનલાઈન અભ્યાસના નાટક બંધ કરાવીને વાલીઓને ફી માફી આપવા રજૂઆત કરવામાં આવી છે.
શાળાઓ દ્વારા ઓનલાઈન શિક્ષણના નામે ફી માટે વાલીઓને દબાણ કરવામાં આવે છે. જેથી સુરત યુથ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો છે. યુથ કોંગ્રેસના સભ્યોએ ડીઇઓ કચેરી પહોંચીને વિરોધ પ્રદર્શન કર્યું છે.ડીઇઓને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સાથે જ ઓનલાઈન અભ્યાસના નાટક બંધ કરાવીને વાલીઓને ફી માફી આપવા રજૂઆત કરવામાં આવી છે. યુથ કોંગ્રેસે આક્ષેપ કરતાં જણાવ્યું કે, સ્કૂલ માફીયા સામે કોઈ જ પગલાં ડીઇઓને દ્વારા લેવામાં આવતાં નથી. જેથી શાળાના સંચાલકો બેફામ બન્યાં છે. ડીઇઓએ વાલીઓ પાસેથી ફી માટે દબાણ કરતી શાળાઓની માન્યતા રદ કરવી જોઈએ. સુરત યુથ કોંગ્રેસ દ્વારા ઓનલાઇન શિક્ષણનો વિરોધ કરવામાં આવ્યો છે. શિક્ષણનો વેપાર બંધ કરોના બેનરો સાથે શિક્ષણ કચેરીએ વિરોધ કર્યો છે. યુથ કોંગ્રેસ આરોપ લગાવતા કહ્યું કે, ડીઇઓ ખાનગી શાળાઓની જો હુકમીને છાવરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. જેથી અમે આવેદનપત્રની સાથે વિરોધ સ્વરૂપ બંગડીઓ દેખાડી છે. આગામી સમયમાં યોગ્ય નિરાકરણ નહિં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.