સુરત, તા.૩૦
શહેરના સ્ટેશન રોડ પર મોડી રાત્રે બેકાબૂ બનેલી કાર દરગાહમાં ઘૂસી જતા એકનું મોત થયું છે. મહિધરપુરા પોલીસની હદમાં આવતા સહારા દરવાજાથી સ્ટેશન જતા માર્ગે આવેલી દરગાહમાં મોડી રાત ના કાર રેસમાં આ અકસ્માત સર્જાયો હતો. પોલીસને ઘટનાની જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને વધુ તપાસ હાથ ધરી છે. સહારા દરવાજાથી સ્ટેશન જતા માર્ગ પર આવેલી દરગાહમાં મોડી રાત્રે એક કાર ઘૂસી ગઈ હતી. દરગાહના પટાંગણમાં સૂતેલા સેવક અલી અહમદ મોહમદ(ઉ.વ.૩૫) ગંભીર ઈજા પહોંચતા તેમને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે કાર કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે. મુંબઈ ર્પાસિંગના કાર ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેથી કાર દરગાહમાં ઘૂસી ગઈ હતી. કારના આગળના ભાગમાં નુકસાન પહોંચ્યું છે.