(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૧
શહેરની પીસીબી પોલીસને એવી માહિતી મળી હતી કે પાંડેસરા પોલીસ મથકની હદમાં સમાવેશ થતા ભેસ્તાન જીયાવ રોડ ઉપર આવેલ યાહયાનગરના એક મકાનમાં ૧૦થી ૧૨ જેટલા ઈસમો ગંજીપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે હકીકતના આધારે પોલીસે ઉપરોક્ત સ્થળે છાપો મારી જુગાર રમી રહેલા ફારૂક મન્સુરી, આશિફ સૈયદ, રફીક મન્સુરી, જાવીદ બાગબાન, સાદીક બેગ, આમીર ફારૂકી, ગુલામ અન્સારી, આતિફ પઠાણ, સાદીક શેખ, મોહમ્મદ શેખ, ઈમરાન મેમણ તથા નાસીર શેખને ઝડપી પાડ્‌યા હતા. પોલીસે ઘટના સ્થળેથી રોકડા અને મોબાઈલ મળી કુલ રૂા.૧.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.