(સંવાદદાતા દ્વારા)
સુરત તા.૨૫
સુરત રેલવે યાર્ડમાં ખાતર સિમેન્ટ અને અનાજની ગુણીની આવક ગુડ્‌સ ટ્રેન દ્વારા થતી હોય છે અને અહીંથી માલ ઉપાડીને ટ્રકો મારફત સુરત નજીકના જે તે કસ્બા-ટાઉનમાં પહોંચાડવામાં આવતો હોય છે. પરંતુ અચાનક મજૂરો હડતાલ પર ઉતરી જતારેલવે યાર્ડ સૂમસામ થઇ ગયુ છે.મજુરોએ મજુરીના દરમાં થેલી દીઠ રૂ.૧નો વધારો કરવામાં આવે એવી માંગ સાથે વિરોધ કરી નારેબાજી કરી હતી
રેલવે યાર્ડમાં મજૂરી કરતાં છૂટક મજૂરોએ એકાએક હડતાલ પાડી હતી. મજુરીના દરમાં થેલી દીઠ રુ.૧નો વધારો કરવામાં આવે એવી માંગ સાથે વિરોધ કરી નારેબાજી કરી હતી.મજૂરોની હડતાલને કારણે રેલવે યાર્ડમાં કામકાજ ઠપ્પ થઈ ગયા છે અને સવારથી ટ્રકોમાં લોડિંગ થઈ શક્યું નથી. અત્યારે મજૂરોને થેલી દીઠ રૂ.૨ ચૂકવવામાં આવે છે, જેનાં રુ.૩ કરવામાં આવે તેની માંગ તેઓની છે, એમ ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું.