અમદાવાદ, તા.૨૮
કોરોનાના કહેર વચ્ચે આવા કપરા સમયે પોતાના વતન જવા ઈચ્છુક સુરતના મદ્રેસામાં અભ્યાસ કરતા ૭૦૦ જેટલા તલબાઓ (વિદ્યાર્થીઓ)ને તેમના વતન બિહાર અને બંગાળ જવા પરવાનગી આપવા ગુજરાત રાજ્ય હજ સમિતિના પૂર્વ ચેરમેન પ્રો. મોહમ્મદઅલી કાદરીએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને રજૂઆત કરી છે. તેમણે મુખ્યમંત્રીને રજૂઆત કરતા વધુમાં જણાવ્યું છે કે સુરતના મદ્રેસામાં બિહારના લગભગ ૬૦૦ અને બંગાળના ૯૦ વિદ્યાર્થીઓનું અગાઉ રિઝર્વેશન કરાવવામાં આવ્યું હતું. પરંતુ મુસાફરીની નિયત તારીખ અગાઉ જ ટ્રેનો બંધ કરી દેવાતા આ વિદ્યાર્થીઓ જઈ શકયા ન હતા. સંસ્થા વાહનનો ખર્ચ ભોગવવા તૈયાર છે. માત્ર પરવાનગીની જરૂર છે. આથી આ બાળકોને વતન મોકલવા જરૂરી વાહનોની વ્યવસ્થા કરવા પ્રો.કાદરીએ ભારપૂર્વક માંગ કરી છે.