(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૫
સુરત મહાનગર પાલિકાના નવા કમિશનર તરીકે બંછાનિધિ પાનીએ આજે સત્તાવાર રીેતે ચાર્જ સંભાળી લીધો છે. શહેરના વિકાસને ગાડીને વધુ તેજ બનાવવા સાથે સ્વચ્છતા અને સ્પોર્ટસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ પર ભાર મુકવામાં આવશે. આ સિવાય ફ્લાય ઓવરના શહેર તરીકે જાણીતા સુરતમાં વધુ ૧૦ ફ્લાય ઓવરની કામગીરી ઝડપી બનાવવાની દિશામાં પ્રયત્નો તેજ કરવા માટેની પ્રક્રિયા પણ ઝડપી બનાવવાની વાત તેમણે કરી છે. તાપી નદી સુરતની ઓળખ છે. શહેરનું નામ વૈશ્વિક ફલક પર ગુંજી રહ્યું છે. ત્યારે શહેર અને તાપીનું ગૌરવ જળવાઈ રહે તે રીતે વિકાસના કાર્યો કરાશે. તાપીના શુધ્ધિકરણની સાથે સાથે શહેરને સ્વચ્છતાના ક્રમમાં આગળ લઈ જવાની કોશિષો કરવામાં આવશે. સાથે જ શહેરના પાર્કિંગના પ્રશ્નો, માળળાકીય વિકાસ, સામાજિક, આર્થિક સહિતની તમામ બાબતોનો ચૌમુખી વિકાસ કરવાના પ્રયત્નો કરવામાં આવશે. ભાજપના સિઝન્ડ નેતાઓ સાથે કામ કરવાનું કઠિન રહેશે. ઝાાજેતરમાં જ વરસાદને કારણે શહેરના મોટાભાગના માર્ગો પર ખાડા પડી ગયા છે. બંછાનિધિનો પ્રવેશ પણ આ ખાડા પરથી જ થયો હોવાથી શહેરના માર્ગો પર સડસડાટ ગતિએ દોડી શકાય તે માટે તેમણે પાણી બતાવવું પડશે. લિંબાયત સહિતના સ્લમ વિસ્તારોમાં ભારે ગંદકી દુર કરવાનું કપરૂ કામ પણ તેમના માથે રહેશે.
સુરત મનપાના નવા કમિશનરની વરસાદથી ધોવાયેલ ખાડાવાળા માર્ગ પરથી એન્ટ્રી

Recent Comments