(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૭
દેશમાં સુરત મહાનગરપાલિકા એક માત્ર એવી અર્ધસરકારી સંસ્થા છે કે જેને કોવીન-૧૯ એપ કાર્યરત કરી છે.જેના થકી પાલિકા ૨૫૦૦ હોમ ક્વોરોન્ટાઇન લોકો ઉપર સીધી નજર રાખી રહ્યી છે.કોરોના વાયરસે વિશ્વભરમાં કહેર વર્તાવ્યો છે.ત્યારે દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું છે. લોકોને ઘરની બહાર નહીં નીકળવાની સૂચના અપાઈ છે. ત્યારે કોરોનાના કોપ વચ્ચે હોમ ક્વોરોન્ટાઇનમાં રહેલા લોકો ઉપર નજર રાખવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કોવીન- ૧૯ એપ લોન્ચ કરવામાં આવી છે. આ એપની મદદથી પાલિકા હાલમાં ૨૫૦૦ જેટલા હોમ ક્વોરોન્ટાઇન લોકો ઉપર સીધી રીતે નજર રાખી રહ્યી છે.કમાન્ડો સિસ્ટમથી કાર્યરત થઈ આ ટ્રેકર સિસ્ટમમાં ટ્રેકર, ટેસ્ટિંગ અને ટ્રિટમેન્ટ એમ ટ્રિપલ ટીનો ઉપયોગ થયો છે અન્ય શહેરોમાં પણ આ પ્રકારની સિસ્ટમ લાગુ થશે. જે લોકો ક્વોેરોન્ટાઇલ હોમમાં છે તેઓ ઘરની બહાર નીકળે ત્યારે આ સિસ્ટમથી તેઓને પકડી પાડી યોગ્ય કાર્યવાહી કરવામાં મદદરુપ થાય છે. ઉપરાંત આ એપમાં કરોના વાયસર સંબંધિત વિવિધ માહિતી અને જાણકારી પણ આપવામાં આવી રહી છે.