(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૭
સુરત મહાનગરપાલિકાના સાઉથઝોન(ઉધના) આકારણી અને વસુલાત વિભાગે વિવિધ વિસ્તારમાં સઘન વેરા વસુલાતની ઝુંબેશ અંર્તગત ખટોદરા, ઉધના, પાંડેસરા, ભેસ્તાન, ઉન, બમરોલી, ગભેણી, સોનારી, વિગેરે જુદા જુદા વિસ્તારોમાં કુલ્લે ૧૬૦ મિલકતોને સીલ કરવાની તથા પાંડેસરા- ગણપત નગર, ક્ષેત્રપાલ નગર, ખટોદરા- રણવીર ડાઈગની સામે ૨૦ મિલકતોમાં નળ કનેકશન કાપવાની કામગીરી હાથ ધરવામાં આવેલ તેમજ પાંડેસરા-સીતા નગર-૧, શિવમ નગર, જયવીર ઈન્ડ. વિગેરેમાં ૧૩ ખુલ્લા પ્લોટો ઉપર ટાંચમાં લેવા અંગેના નોટીસ બોર્ડ પ્રદર્શિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. જે કાર્યવાહી દરમ્યાન ૪૯ જેટલા મિલકતદારોએ સ્થળ પર રૂપિયા ૦૮.૭૯ લાખ તથા એડવાન્સ ચેક જમા કરાવેલ છે અને રૂપિયા ૪૨.૦૭ લાખ જેટલી વસુલાત થયેલ છે.