(સંવાદદાતા દ્વારા) સુરત,તા.૨
ડભોલી સર્જન હાઈટ્‌સમાં રહેતી હીરા વેપારીને હૈદરાબાદમાં વેચાણ કરેલા હીરાના નાણાની લેતીદેતી મામલે પિતા-પુત્રએ સાગરીતો સાથે ડભોલીના કે.આર. ફાર્મ હાઉસમાં બોલાવી લોકડાના ફટકાથી ઢોર મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ડભોલી સર્જન હાઈટ્‌સમાં રહેતી અશોક નારણભાઈ લખાણીએ બે વર્ષ પહેલા હૈદરાબાદમાં વલ્લબ મીયાણીના પુત્ર અમીત સાથે સંપર્કમાં રહી બીજી પાર્ટીને હીરાનો માલ અપાવ્યો હતો. જે માલના પૈસાની લેતીદેતીની અદાવત રાખી વલ્લભ મીયાણી તેનો પુત્ર હિતેશ વલ્લભે બે સાગરીતો સાથે ગત ૧૨મી ફેબ્રુઆરીના રોજ ડભોલીમાં આવેલા કે.આર. ફાર્મમાં બોલાવી ઝઘડો કર્યો હતો અને ઢીકમુક્કીનો તેમજ લાકડાના ફટકાથી ઢોર મારમારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. પોલીસે અશોક લખાણીની ફરિયાદ લઈ મીયામી પિતા-પુત્ર સહિત તેની સાથેના બે સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.