સુરત,તા.૯

આજ રોજ શહેરના  જાણીતા પીડિયાટ્રિશિયન ડો. અશોક કાપ્સેનું કોરોનાથી મોત થયું છે. આ સાથે શહેર જિલ્લામાં કોરોનાથી કુલ ૬૭૮ લોકોનાં મોત થયા છે. ગત રોજ શહેર જિલ્લાના રપર દર્દીઓ સાજા થઈ જતા રજા આપવામાં આવી હતી. કુલ સાજા થનારાઓની સંખ્યા ૧૧,૭૦૯ થઈ ગઈ છે. ડો. અશોક કાપ્સે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ એક  મહિનાની લાંબી સારવાર પછી આજે મૃત્યુ પામ્યા છે. છેલ્લા એક મહિનાથી કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. સુરતના બાળરોગ નિષ્ણાંક ડો. અશોક કાપ્સે કોરોનાની શરૂઆત થયા બાદ કોરોનાના લક્ષણ અને તેનાથી બચવા માટે લોકોને જાગૃત કરી રહ્યા હતા. એક મહિના પહેલા ડો. અશોક કાપ્સેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. જયાં તેમનું એક મહિનાની લાંબી સારવાર બાદ મોત થયું છે. સુરત સીટિમાં આજ દિન સુધી ૧ર,પર૭ કેસ અને મૃત્યુઆંક પ૪૦ થયો છે. જયારે ગ્રામ્યમાં ૩૦૬૧ કેસ અને ૧૩૮ મૃત્યુઆંક થયો છે. સુરત સીટિ ગ્રામ્ય મળી કુલ કેસનો આંક ૧પ,પ૮૮ અને મૃત્યુઆંક ૬૭૮ થયો છે. અત્યાર સુધીમાં શહેરમાં  કુલ ૯૩૦ર દર્દીઓને રજા આપવામાં આવી છે. ગ્રામ્યમાં કુલ ર૪૦૭ સાજા થયા છે. સીટિ ગ્રામ્યમાં કુલ ૧૧,૭૦૯ દર્દી સાજા થઈ ચૂકયા છે.  નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં ર૦૮ દર્દી પૈકી ૧પ૮ ગંભીર છે. પ વેન્ટીલેટર, ર૭ બાઈપેપ અને ૧ર૬ દર્દીઓ ઓકિસજન પર છે. સ્મીમેરમાં ૧૧૬ પૈકી ૯૩ દર્દી ગંભીર છે. ૯ વેન્ટીલેટર, ર૯ બાઈપેપ અને પપ દર્દીઓ ઓકિસજન પર છે.