(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૪
સુરત શહેરમાં આજે બપોરના બાર વાગ્યા સુધીમાં કોરોના વાયરસ સક્રમીતની સંખ્યામાં ૧૦૬ સામે આવી છે. આ સાથે કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા વધીને ૭૪૨૫ ઉપર પહોંચી છે. જયારે કોરોના સુરત શહેરમાં અત્યાર સુધીમાં ૩૧૫ દર્દીઓનો ભરખી ગયો છે.
અનલોક બાદ કોરો વાયરસે સુરતમાં માજા મૂકી છે. ગઈકાલે સુધીમાં કોરોના સંક્મીતની સંખ્યા ૭૩૧૯ થઈ હતી અને ૩૧૫ લોકોનાં મોત થયા હતા. જયારે ૪૫૭૫ દર્દીઓ સાજા થથા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. પાલિકાની ૧૯૪૩ ટીમ દ્વારા ૨૯૬૩૫૭ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે. શહેરમાં કુલ ૧૨૧૧૪ ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે જેમાં હોમ ક્વોરન્ટાઈન ૧૨૦૯૭ અને સરકારી ફેસીલીટીમાં ક્વોરન્ટાઈન ૧૭ કરવામાં ્‌આવ્યા છે. સુરત શહેરમાં કોરોનાઍ તેનો કાળોકેર વર્તાયો છે. જેમાં ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી વરાછા અને કતારગામ વિસ્તારોમાં કોરોના વિસ્ફોટ થયો છે. અત્યાર સુધીમાં સેન્ટ્રલ ઝોનમાં ૮૬૪, વરાછા-ઍશ્વમાં ૯૭૭, વરાછા-બીમાં૬૯૮, રાંદેરમાં ૬૬૭, કતારગામ ઝોનમાં ૧૮૩૧, લિંબાયતમાં ૧૨૦૬, ઉધનામાં ૫૪૫, અને અઠવામાં ૫૩૧ કેસ નોંધાયા છે.