(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૬
કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા છેલ્લા ૧૨ દિવસથી વધારો થઇ રહ્યો છે. મહાનગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ શહેરમાં મંગળવારે બપોરના ૧૨ વાગ્યા સુધી નવા ૩૪ દર્દીઓ મળી પોઝિટિવ કેસો નોધાયા છે. આ સાથે ૨,૯૬૭ કેસો નોંધાઇ ચુક્યા છે. અત્યાર સુધી મૃત્યુઆંક ૧૧૨ થયો છે. કોરોના સામે અત્યાર સુધીમાં ૧,૯૮૪ વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપી છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં ૩૮૯ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૨૪૩- દર્દીઓની હાલત ગંભીર છે. આજેમાં ૧૫-વેન્ટિલેટર, ૩૧- બાઈપેપ અને ૧૯૧ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરો અને નર્સ સ્ટાફ સહિતની ટીમ રાતદિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે. છેલ્લાં ૧૨ દિવસમાં ૧૧૦૦થી વધુ કેસ નોંધાયા હતા. જેના કારણે સુરતમાં રેકોર્ડ બ્રેક કેસો મળતા પાલિકા તંત્રમાં ચિંતા દેખાઇ રહી છે. જિલ્લામાં અત્યારે કુલ કેસ ૨૪૪ નાેંધાયા છે. સુરતમાં અત્યાર સુધી ૨,૭૨૩ કેસો થયા છે. તેની સામે ૧,૯૮૪ લોકો સાજા પણ થયા છે. આમ ભારતમાં ડિસ્ચાર્જ અને રીકવરી રેટ સૌથી સારો રહ્યો છે. સુરતનો રીકવરી રેટ ૬૯ ટકા છે. આમ સુરત શહેરમાં કોરોનાથી અત્યાર સુધી ૧૦૮ના મોત થયા છે. સાંજ સુધી કોરોના વાયરસનો આંક વધીને ૬૦થી વધુ થવાની શકયતા દેખાઇ રહી છે. નવી સિવિલ અને કોવિડ હોસ્પિટલમાં વોર્ડમાં ૩૮૯ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી ૨૪૩-દર્દીઓની હાલત ગંભીર છે. આજેમાં ૧૫-વેન્ટિલેટર, ૩૧-બાઈપેપ અને ૧૯૧ દર્દીઓ ઓક્સિજન પર હોવાથી ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફ સહિતની ટીમ રાત-દિવસ ખડે પગે દર્દીઓની સારવાર આપી રહ્યા છે. સુરતમાં નોંધાઇ રહેલા કેસોની વાત કરીએ તો કતારગામ ઝોન સૌથી હોટ ફેવરીટ ચાલુ રહ્યો છે. મોટે ભાગે રત્ન કલાકારોને ચેપ લાગી રહ્યાં છે. સેન્ટ્રલ ઝોન, વરાછાએ, વરાછા બી અને ઉધના ઝોનમાં કેસો વધી રહ્યાં છે. કતારગામ ઝોનમાં સુરત મહાનગર પાલિકાની તમામ ટીમો જોતરાઇ ગઇ છે.