(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૧૫
સુરત શહેરમાં વિતેલા ૧૬ કલાકમાં બપોરે ૧૨ વાગ્યા સુધીમાં કોરોના વાયરસના વધુ નવા ૯૭ પોઝિટિવ દર્દી નોંધાયા હતા. આ સાથે સુરત શહેરમાં કોરોના વાયરસના કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા ૭૬૩૭ નોંધાઈ હતી. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ સુરત શહેરમાં ગઈકાલે કોરોના વાયરસના ૨૨૧ પોઝિટિવ દર્દી નોંધાયા હતા. ત્યારબાદ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં વિતેલા ૧૬ કલાકમાં સુરત શહેરમાં કોરોના પોઝિટિવના નવા ૯૭ દર્દી નોંધાયા હોવાનું જાણવા મળ્યું છે. આ સાથે સુરત શહેરમાં કોરોના વાયરસની કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા ૭૬૩૭ ઉપર પોહંચી ગઈ છે. સુરત શહેરમાં કુલ મૃત્યુઆંક ૩૨૯ નોંધાયેલો છે. સુરત શહેરના કતારગામ, વરાછા એ.બી. અને સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં સૌથી વધુ કોરોના સંક્રમણ છે. આ સહિત વિસ્તારોમાં સુરત મહાનગરપાલિકાનું આરોગ્યતંત્ર સતત દોડીને કોરોનાથી બચવા માટેના પ્રચાર પ્રસાર સહિત આરોગ્યલક્ષી કામગીરી કરી રહ્યું છે. સુરત જિલ્લામાં ચોર્યાસી તાલુકામાં ૨૩૧ દર્દી, ઓલપાડમાં ૨૦૨ દર્દી, કામરેજમાં ૪૧૦, પલસાણામાં ૨૦૯, બારડોલીમાં ૧૩૪, મહુવામાં ૪૨, માંડવીમાં ૪૭, માંગરોળમાં ૧૦૩, ઉમરપાડામાં ૩૨ દર્દીઓ કોરોના પોઝિટિવ તરીકે નોંધાયેલા છે. આજે સુરત જિલ્લામાં કોરોના વાયરસના નવા ૩૫ પોઝિટિવ દર્દી નોંધાતા સુરત જિલ્લામાં કુલ પોઝિટિવ દર્દીની સંખ્યા ૧૪૪૫ ઉપર પહોંચી ગઈ છે.