(સંવાદદાતા દ્વારા)
સુરત, તા.૨૨
ચોમાસાની મોન્સુનનો સતાવાર રીતે પ્રારંભ થયા બાદ સુરત સહિત દક્ષિણ ગુજરાતના જિલ્લાના કેટલાક તાલુકામાં છુટોછવાયોથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે. વિતેલા ચોવીસ કલાકમાં નવસારીના જલાલપોરમાં દોઢ ઈંચ, સુરત જિલ્લાના ચોર્યાસી, સુરત સીટી અને કામરેજમાં અડધો ઈંચ પડ્યા બાદ આજે સવારે છ વાગ્યાથી દસ વાગ્યાના ચાર કલાકમાં ચોર્યાસીમાં એક ઈંચ, પલસાણા, સુરત સીટીમાં પોણા એક ઈંચ વરસાદ ઝિંકાયો હતો.
દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી રહ્યા છે. મોટા ભાગના તાલુકમાં વરસાદ હાજરી નોધાવી રહ્યો છે તો કેટલાક તાલુકામાં આકાશમાં વરસાદમય માહોલ ઊભો કર્યા બાદ હાથ તાળી આપી રહ્યા છે. સુરત શહેરમાં આજે સવારે વરસાદે જારદાર ઝાપટું માર્યુ હતું. અને સવારે છ વાગ્યાથી દસ વાગ્યાના ચાર કલાસમાં સુરત સીટીમાં ૧૯ મી.મી એટલે પોણા એક ઈંચ કરતા વધારે વરસાદ ઝીકાયો હતો. સુરત સીટી ઉપરાંત ચોર્યાસીમાં ૨૩ મી.મી, કામરેજમાં ૧૩, પપલસાણામાં ૨૧ મી.મી વરસાદ પડ્યો હતો. જયારે ચોવીસ કલાકમાં પડેલા વરસાદની વાત કરવામા આવે તો ચોર્યાસીમાં ૧૨ મી.મી, કામરેજમાં ૧૩ મીમી, સુરત સીટીમાં ૧૮ મી.મી., ખેરગામમાં ૩ મી મી., ગણદેવીમાં ૩ મી.મી., જલાલપોરમાં ૩૩ મી.મી., નવસારીમાં ૧૫ મી.મી., ઉમરગામમાં ૧ મી.મી., કપરાડામાં ૩ મી.મી., વલસાડમાં ૬ મી.મી., વાપીમાં ૨ મી.મી. જયારે તાપી જિલ્લામાં વાલોડમાં ૬ મી.મી. પડ્યો હતો.