(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૮
છેલ્લા ત્રણેક દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફુલગુલાબી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. જેમાં આજે વધારો છે. સવારે લઘુત્તમ તાપમાનનો પારો વધુ બે ડિગ્રી સેલ્સીયસ ગગડી જવાની સાથે પારો ૧૫.૬ ડીગ્રી સેલ્સીયસ પર સ્થિર થયો હતો. ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે સાઈક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે. હિમાલય સહિતના ઉતર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. જેના પગલે ત્રણ દિવસ સુધી પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, રાજસ્થાન, વેસ્ટ યુપીમાં કોલ્ડવેવને લઈને ઓરેન્જ ઍર્લટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તર-પૂર્વના ઠંડા પવનો ગુજરાત તરફ ફુંકાવાતા તેની અસર સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં જાવા મળતા ફુલગુલાબી ઠંડીમાં વધારો થયો છે અને આગામી દિવસોમાં ઠંડીમાં વધારો થવાની શકયતા છે. છેલ્લા ત્રણેક દિવસથી પડતી ફુલગુલાબી ઠંડીમાં આજે વધારો થયો હતો. ઉત્તર પુર્વની દિશામાંથી છ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સાથે તાપમાનનો પારો વધુ બે ડિગ્રી નીચે ગગડી ૧૭ ડિગ્રી સેલ્સયસ પરથી ૧૫.૬ ડિગ્રી સેલ્સીયસ પરશ્વ અટક્યો છે સ્થાનિક હવામાન વિભાગના જણાવ્યા મુજબ આજે સવારે શહેરનું મહત્તમ તામપાન ૨૮.૦ અને લઘુત્તમ તાપમાન ૧૫.૬ ડિગ્રી સેલ્સયસ નોંધાયું છે જયારે હવામાં ભેજનું પ્રમાણ ૯૪ ટકા અને દબાણ ૧૦૧૬.૨ મીલીબાર રહેવા પામ્યું છે. આજે સવારેથી ૬ કિલોમીટરની ઝડપે પવન ફુંકાયો હતો.