(સંવાદદાતા દ્વારા) સુરત તા.૩
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદના છુટા છવાયા વરસાદી ઝાપટાઓ નોંધાયા હતા.જેમાં પણ નવસારીમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો.
સુરત સિંચાઈ વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર ગત ચોવીસ કલાક દરમ્યાન ઉકાઈ ડેમના ઉપરવાસમાં મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવેલ ગેજ સ્ટેશનમાં વરસાદનું જોર ઓછું થવા પામ્યું છે.
સુરત જિલ્લાના ફ્‌લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ બારડોલીમાં ૧મીમી, ચોર્યાસીમાં ૪મીમી, કામરેજમાં ૪મીમી, મહુવામાં ૮મીમી,માંડવીમાં ૧૦મીમી,ઓલપાડમાં ૧મીમી, પલસામામાં ૧મીમી, સુરત શહેરમાં ૨મીમી અને ઉમરપાડામાં ૫મીમી જેટલો વરસાદ થયો છે.
નવસારી જિલ્લા ફ્‌લડ કન્ટ્રોલ રૂમ દ્વારા મળતી માહિતી મુજબ નવસારીમાં ૧૨મીમી, જલાલપોરમાં ૧૪મીમી, ગણદેવીમાં ૩૩મીમી, ચીખલીમાં ૨૪મીમી, ખેરગામમાં ૧૫મીમી,વાંસદામાં ૧૪મીમી, વલસાડ જિલ્લાના વલસાડમાં ૬મીમી, પારડીમાં ૧મીમી, વાપીમાં ૧મીમી, ઉમરગામમાં ૫૬મીમી, ધરમપુરમાં ૧૪મીમી, કપરાડામાં ૬મીમી, ડાંગ જિલ્લાના આહવામાં ૬મીમી, સુબીરમાં ૧૧મીમી, સાપુતારામાં ૭મીમી,તાપી જિલ્લાના વાલોડમાં ૭મીમી, વ્યારામાં ૫મીમી, સોનગઢમમાં ૩મીમી ઉચ્છલમાં ૨મીમી, ડોલવમણમાં ૨૧મીમી,કુકરમુંડામાં ૪મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરત શહેરના સેન્ટ્રલ ઝોનમાં ૨મીમી,વરાછામાં ૨મીમી,રાંદેરમાં ૩મીમી,કતારગામમાં ૧મીમી,ઉધનામાં ૩મીમી,લિંબાયતમાં ૪મીમી,તથા અઠવામાં ૬મીમી વરસાદ નોંધાયો હતો.આજે સવારથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ છવાયું છે. આજે દિવસ દરમ્યાન વાદલ છાયા વાતાવરણ વચ્ચે સર્વત્ર ઠંડક પ્રસરી જવા પામી છે.