(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૧
રામપુરામાં આવેલ વિનસ હોસ્પિટલના ઓક્સીજન સ્ટોરેજ રૂમમાંથી કોઈ અજાણ્યો બાથરૂમના વેદ્વટીલેશન બારીમાંથી પ્રવેશ કરી રૂપિયા ૨૦ હજારની કિંમતનો કોપરના પાઈપ ચોરી કરી નાસી ગયો હતો.
લાલગેટ પોલીસ પાસેથી મળતી વિગત મુજબ રામપુરા ખાતે વિનસ હોસ્પિટલ આવેલી છે દરમિયાન આ હોસ્પિટલમાં ઓક્સીજન સ્ટોરેજ રૂમમાંથી ગત તારીખ ૧૫મી સપ્ટેમ્બરથી ૮મી નવેમ્બરના સમયગાળા દરમિયાન કોઈ અજાણ્યો બાથરૂમમાં વેદ્વટીલેસનના બારીમાંથી અંદર પ્રવેસ કરી ટુકડે ટુકડે કરી કુલ રૂપિયા ૨૦ હજારના મતાની કોપર પાઈપો ચોરી કરી નાસી ગયો હતો. બનાવ અંગે હોસ્પિટલના સંજીવકુમાર શ્રીવિશ્વનાથપ્રસાદ વિદુવાએ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.