સુરેન્દ્રનગર, તા.૧૫
સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી. તે એક જિલ્લામાં સારી એવી બાબત છે અને આ બાબત પાછળ વહીવટી તંત્ર અને નગરપાલિકા અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ નો સારો એવો સહયોગ છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ગઈકાલે રાત્રીના બે વાગ્યાના અરસામાં સુરેન્દ્રનગર જિલ્લામાં સોનપુર રોડ ઉપર આવેલ સમસાન માં અજાણ્યા ગાડીમાં એક કોરોના ના દર્દી ની શંકાસ્પદ લાશને અંતિમ ક્રિયા કરવા લાવવામાં આવ્યું હતું. આજુબાજુના લોકો દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે ત્યારે ગઇકાલે મોડી રાત્રે સુરેન્દ્રનગર જિલ્લાના આ સ્મશાન ખાતે જીજે ૧ એચ વાય ઝીરો ૨૧૨ નંબર અજાણી કારમાં રાત્રીના બે વાગ્યાના અરસામાં અજાણી લાશ ની અંતિમ ક્રિયા કરવા માટે લાવવામાં આવતાં આજુબાજુના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
ત્યારે આજુબાજુના લોકો દ્વારા એકઠા થતા આ લાશ ની અંતિમ ક્રિયા સુરેન્દ્રનગર જિલ્લામાં ન કરવા દેવામાં આવતા આ લાશ ને ફરી કારમાં આથી અન્ય સ્થળે લઈ જવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા પંદર દિવસમાં આજ સ્મશાનમાં અંતિમ ક્રિયા ન કરવા દેવા નો બીજો બનાવ બન્યો છે જોકે પહેલો બનાવવા મહિલાનો રિપોર્ટ નેગેટીવ આવતાં આજુબાજુના લોકો દ્વારા રાહત નો શ્વાસ અનુભવાયો હતો.
જ્યારે અમદાવાદથી સુરેન્દ્રનગર આ રાત્રીના બે વાગ્યા દરમ્યાન અગ્નિસંસ્કાર માટે લાવવામાં આવેલ શંકાસ્પદ લાશ એ પણ પ્રાઇવેટ ગાડી મા કેવી રીતે સુરેન્દ્રનગર આવી હશે. રસ્તામાં કોઈ પોલીસ કે તંત્ર દ્વારા આ ગાડી ને રોકી ને ચેકીંગ કરવામાં નહીં આવ્યું હોય તેવા જાતજાતના સવાલો આજુબાજુના લોકો દ્વારા ઉભા કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે હોબાળો થતાં તાત્કાલિક ધોરણે આ ગાડીમાં ફરી શંકાસ્પદ લાસ નાખીને ગાડી લાપતા બની છે..
ત્યારે આ બાબતે તંત્ર પણ હજુ સુધી અજાણ હોય એવું આ વિસ્તારના લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.