(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧૭
સુરેન્દ્રનગર જિલ્લાના નવા સુદામડા ગામ પાસે ટ્રકમાં નં.જી.જે.૧ર એ-ડબલ્યુ-૪૯૪૭માં લીગ્નાઈટ ભરીને આવેલા ટ્રકડ્રાઈવર હીરાભાઈ મીઠુભાઈ મહેશ્વરી અને ક્લિનર લાલજીભાઈ લાઘાભાઈ નોરીયા વચ્ચે ટ્રકનું ટાયર બદલવા બાબતે ઝઘડો થયો હતો. આ ઝઘડામાં ટ્રક ડ્રાઈવરે ક્લિનરના માથામાં ટોમી મારી ગંભીર ઈજાઓ કરી હતી. આ બાબતે ક્લિનરને સાયલા દવાખાને લાવવામાં આવતા. તેમનું રસ્તામાં જ મૃત્યુ થતાં તેમને તાત્કાલિક પી.એમ.માટે ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ સાયલા પોલીસને થતાં પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા હતા. ત્યારે પોલીસે બાતમીના આધારે ગણતરીના કલાકમાં આરોપી હીરાભાઈને નેશનલ હાઈવે ઉપર ડોળીયા બાઉન્ડ્રી નજીકથી પકડી પાડી સઘન પૂછપરછ હાથ ધરી છે.