સુરેન્દ્રનગર, તા.૩
રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યના ૬૫.૪૦ લાખ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ-૨૦૨૦ માસનો જથ્થો વિનામૂલ્યે આપવાનો નિર્ણય કરેલ છે. આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટર કે.રાજેશના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા તમામ પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી હતી અને અનાજ આપવાનો પણ શરૂઆત કરવામાં આવી છે.
અનાજનો પુરવઠો સુરેન્દ્રનગર જિલ્લાની સમિતિઓમાંથી સુરેન્દ્રનગર જિલ્લાની જનતાને આપવામાં આવતા એકદમ ખરાબ અને સહેલું ઘઉં નીકળતા સુરેન્દ્રનગર જિલ્લાની મહિલાઓ સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધસી આવીને આ બાબતે વિરોધ દર્શાવ્યો હતો.
ત્યારે આવેલ મહિલા પાસેથી જાણવા મળતી વિગત અનુસાર આપવામાં આવેલ ઘઉં સડેલા હોવાથી ખાઈ શકાય તેવી કોઈપણ જાતની શક્યતા નથી અને પશુઓને ખવડાવવાના ઘઉં સમિતિમાં આપીને સરકાર દ્વારા નાના માણસની ક્રૂર મજાક કરી છે ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાના બંધ પડેલા રેશનકાર્ડમાં ઘઉં અને ચોખા અને આ કિતની વસ્તુઓ ના આપવામાં આવતા આ લોકો દ્વારા પણ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.ત્યારે સમિતિમાં આપવામાં આવતા રેશનીંગ વસ્તુઓમાં ખાસ કરીને ઘઉંમાં ઘઉંનો પાવડર અને નીકળતી હોવાની પણ મહિલાઓ દ્વારા પુરવઠા અધિકારીને રજૂઆત કરવામાં આવી હતી ત્યારે આ બાબતે પુરવઠા અધિકારીએ જણાવ્યા અનુસાર આ બાબતે ઉપર સુધી રજૂઆત કરવામાં આવશે તેવું જણાવ્યું હતું ત્યારે ઉપરથી જ ખરાબ માલ આવવાના કારણે સમિતિ ધારકો માટે પણ આ બાબતે માથાનો દુખાવો બની ગયો છે.