સુરેન્દ્રનગર,તા.૮
સુરેન્દ્રનગર જિલ્લામાં સતત કોરોના વાયરસના પોઝિટિવ કેસો વધી રહ્યા છે. તે જિલ્લાની જનતા માટે ચિંતાનો વિષય બની જવા પામ્યો છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોના વાયરસના ૫૬ પોઝિટિવ કેસો સામે આવ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં ધંધા-રોજગાર અને ખાસ કરી બજારોમાં આવેલી દુકાનોને ખોલવાની પરવાનગીઓ આપવામાં આવી છે અને નિયમિત પણે આ દુકાનો ખુલ્લી પણ રહી છે પરંતુ જિલ્લાની બજારોમાં લોકોની એકસાથે ભીડ જોવા મળી રહી છે અને ખાસ કરી જિલ્લાની બજારોમાં સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની ગાઇડ લાઇન્સનું સ્પષ્ટ રીતે ઉલ્લંઘન થતું નજરે પડ્યું છે અને ખાસ કરી લોકો પણ ઘર બહાર માસ્ક પેરયા વગર બહાર આવી રહ્યા છે અને બજારોમાં ખરીદી પણ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે મેળાના મેદાનમાં રવિવારી ભરાય રહી છે અને અનેક વર્ષોથી ભરાય છે. જિલ્લાના અનેક વેપારીઓ અને ખાસ કરી જુનો સરસામાન જેવાકે મોટરસાયકલના સ્પેરપાર્ટ મોબાઈલના સ્પેરપાર્ટ કપડા અને અનેક વસ્તુઓ અને સામગ્રીઓ સસ્તા ભાવે રવિવારના દિવસે મેળાના મેદાન ખાતે વેચાણ થઈ રહ્યું છે. ગત રવિવારે વગર પરમિશન અને કોઈપણ જાતના પરવાના વગર અને કોઈપણ જાતની રોકટોક વગર સુરેન્દ્રનગર જિલ્લામાં રવિવારે ભરાતી માર્કેટ ખુલ્લી જવા પામી હતી ત્યારે આ માર્કેટમાં વહેલી સવારથી સોશિયલ ડિસ્ટન્સનો અભાવ અને અને ખાસ કરી વગર માસ બાંધ્યા વગર આ રવિવાર ભરાતી મર્કેટમાં ખરીદી વેચાણ કરતા નઝરે પડ્યા હતા. આ માર્કેટમાં ખાસ મુંબઈ અને અન્ય રાજ્યોમાંથી પણ વેપાર કરવા વેપારીઓ આવી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ કોરોના સંક્રમણથી ફેલાય તેવી ભીતિ ઊભી થઈ છે. ત્યારે બીજી તરફ પ્રશાસન વિભાગ પણ આ બાબતે મૌન રહ્યું છે.