સુરેન્દ્રનગર, તા.૧૨
સુરેન્દ્રનગર જિલ્લા વાસીઓ દ્વારા સાંજે સુરેન્દ્રનગર હેલિપેડના ગ્રાઉન્ડ એથી આકાશમાં પેરા ગ્લાઈડિંગ કરવામાં આવ્યું હતું.
પતરાવાળી અને આજુબાજુની બજારોમાંથી અવકાશમાં ઉડતી મોટર જોતા લોકોમાં કુતૂહલ વ્યાપી જવા પામ્યો હતો અને અવકાશમાં આવો કયો પદાર્થ ઊડી રહ્યો છે તે જાણવા માટે જિલ્લાવાસીઓ તત્પર બન્યા હતા.
સુરેન્દ્રનગર જિલ્લા પ્રસાસન વિભાગની પરમીશન વગર આ પેરા ગ્લાઈડિંગ આકાશમાં કરવામાં આવ્યું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યુ છે. ત્યારે સાંજના સમયે અવકાશમાં એક કલાકથી વધુ સમય વગર પરમીશન એ આકાશમાં કાર રાઈડિંગ કરવામાં આવ્યું હતું. સદ નસીબે કોઈ એરફ્રાફ્ટ અથવા કોઈ અવકાશી વાહન આ રાઈડિંગ કાર આકાશમાં રાઈડ કરી રહી હતી તે સમયે અથડાયું નહી. નહીંતર અનેક લોકોની જિંદગી જોખમમાં મૂકાઈ ગઈ હોત.
જિલ્લા પ્રસાસન વિભાગ દ્વારા આગામી દિવસો માં આવુ કૃત્ય કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જિલ્લા વાસીઓ માગ કરી રહા છે. એક તરફ જિલ્લામાં એવી પણ ચર્ચા ચર્ચાઈ રહી છે કે આ અવકાશમાં કાર રાઈડિંગ કરનાર જિલ્લા પ્રસાસન વિભાગના સભ્યો હોવાની ચર્ચા જિલ્લામાં ચાલી રહી છે.