(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૬
સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું, તે દરમિયાન બાતમી મળી કે, ધ્રાંગધ્રા જેલ રોડ એક ઈસમ ગેરકાયદેસર હથિયાર સાથે ફરે છે. પોલીસે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી શંકાસ્પદ ઈસમ આવતા તેની પૂછપરછ કરતા ઈકબાલ મહેબૂબ મંડલી (રહે.ધ્રાંગધ્રા) હોવાનું ખૂલ્યું હતું, તેની તલાશી લેતા લાયસન્સ વગર દેશી બનાવટની પિસ્તોલ (કિં.રૂા.૧૦,૦૦૦) મળી આવી હતી. આ અંગે પોલીસે વધુ પૂછપરછ કરતા આ પિસ્તોલ તેણે મહેબૂબ ઈકબાલ મોવર પાસેથી ખરીદી હોવાનું જણાવતા અને બંને આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગરમાં પિસ્તોલ સાથે બેની ધરપકડ

Recent Comments