(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૨
સુરેન્દ્રનગર જિલ્લામાં ખરીદી માટેનું મોટું પીઠ્ઠું ગણાતું મહેતા માર્કેટમાં દરરોજ હજારો માણસો હરાજી માટે આવતા હોય છેે ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં અસામાજિક પ્રવૃત્તિ ચલાવતા શખ્સો દ્વારા અવાર-નવાર વેપારીઓને જાહેરમાં મારપીટ કરવામાં પણ આવતી હોય છે. સુરેન્દ્રનગર શહેરની મહેતા માર્કેટમાં દાઉદી વોરા સમાજના કાપાવાલા ગુજરાત હાર્ડવેર નામની દુકાન ધરાવે છે. આ દુકાનમાં આ ભાડુઆત હોવાનું હાલ જાણવા મળેલ છે. આ દુકાન એમના જ સમાજના એક વેપારીએ ભરવાડ શખ્સને વેચેલ હોવાનું જાણવા મળેલ છે ત્યારે ભરવાડ શખ્સ હતા. દુકાન ખાલી કરાવવા માટે આ રીતે દાદાગીરી જોહુકમી અને તોડફોડ કરી મારમારી ભયનો માહોલ સર્જી ધાકધમકી આપેલ દુકાન ખાલી કરાવવા માટે લુખ્ખાગીરી કરી આતંક મચાવ્યો. આ બનાવમાં માર મારતા વેપારીઓ દ્વારા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા સહિતને રજૂઆત કરાતા સીસીટીવી ફૂટેજમાં જાહેરમાં મારમારવાના વીડિયો વગેરે પુરાવા જોતા પોલીસ તંત્ર તાબડતોબ ફરિયાદીના નિવેદન લઈ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. પોલીસે આ બનાવમાં દાઉદી વોરાની જ મિલકત હોવા અંગે અને આ ભરવાડને વેચવા અંગેની પણ તપાસ હાથ ધરી અબ્બાસ વોરાજીની આ બનાવમાં અટકાયત કરવામાં આવેલ છે. ભરવાડ શખ્સને ઝડપવા ચક્રોગતિમાન કરવામાં આવ્યા છે.