(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.૧૫
સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવતા જિલ્લામાં ફફડાટ ફેલાયો છે, ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં આવેલ આસુન્દ્રાળી ગામમાં સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં હાહાકાર લાગણી ફેલાઇ છે, ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના આસુન્દ્રાળીમાં ભાવનાબેન નામની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, ત્યારે જિલ્લામાં ફરીથી કોરોના વાયરસના કારણે હાહાકાર મચી જવા પામ્યો છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં ચાર કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે. જેમાં ત્રણ તો માત્ર આસુન્દ્રાળી ગામમાં છે, ત્યારે હાલમાં આવનાર કોરોના વાયરસના પોઝિટિવ કેસના દર્દીને સારવાર અર્થે જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના ૪ પોઝિટિવ કેસો સામે આવ્યા છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લાના લોકોમાં ફફડાટ સર્જાયો છે, ત્યારે બીજી તરફ સુરેન્દ્રનગર જિલ્લાનું મૂળી તાલુકાનું આસુન્દ્રાળી ગામ જિલ્લામાં કોરોના વાયરસનું એપી સેન્ટર બનાવવામાં આવ્યું છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં ચાર કેસ પૈકી ત્રણ કેસ ફક્ત સુરેન્દ્રનગર જિલ્લાના નાનું એવું ગામ આસુન્દ્રાળીમાં નોંધાતા હાલ ગામ સદંતર પણ એ ખાલી થઈ ચૂક્યું છે, ત્યારે આજે ભાવનાબેન નામના મહિલા સગર્ભાની અવસ્થામાં કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ફરીથી જિલ્લામાં એક પ્રકારે ફફડાટ ફેલાયો છે.
સુરેન્દ્રનગરમાં વધુ એક સગર્ભા મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Recent Comments