(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.૧૧
સુરેન્દ્રનગર કસ્ટોડિયલ ડેથ મામલે નવો વળાંક આવ્યો છે. ગતરોજ મૃતકના પિતાએ કલેક્ટરને રજૂઆત કરી ન્યાયિક તપાસની માંગ કરી હતી. તેમજ મૃતદેહ નહીં સ્વીકારવાની ચિમકી ઉચ્ચારી હતી. પણ આજે મૃતકના પરિવારજનોને જિલ્લા પોલીસ બગડિયા દ્વારા તપાસની ખાતરી આપવામાં આવતા પરિવારજનોએ મોડી સાંજે મૃતદેહ સ્વીકાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ ઘટનામાં મુખ્યમંત્રી સુધીને રજૂઆત કરવામાં આવી છે. ઉપરાંત વઢવાણના ધારાસભ્ય ધનજીભાઈ પટેલને આ બાબતે લેખિતમાં રજૂઆત કરી તેમનો ભૂદેવ સમાજ દ્વારા ઘેરાવ કરવામાં આવ્યો હતો. જો કે ધારાસભ્યએ મૃતકના પરિવાજનોને કાયદેસરની કાર્યવાહી કરાવવાની તેમજ તેઓ તેમની સાથે છે. તેવી ખાતરી આપી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વ્યાજના વિષયકમાં અનેક પરિવારજનો બરબાદ થયા છે. સુરેન્દ્રનગરમાં વ્યાજખોરો ઉંચા વ્યાજ અને ડાયરી પ્રથા પેનલ્ટી-વ્યાજ, મિલકત લખાવા લેવી આવી સમસ્યાઓમાંથી સુરેન્દ્રનગર પસાર થઈ રહ્યું છે. પોલીસ તંત્ર પણ આવી વ્યાજખોરોમાં ભાગીદાર હોવાનું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે આ યુવાનના મોતની ઘટનામાં શું પોલીસ વ્યાજખોરોના નાણાં તો નથીને ? આવા અનેક સવાલો થઈ રહ્યા છે.