(સંવાદદાતા દ્વારા) સુરેન્દ્રનગર, તા.૧
સુરેન્દ્રનગર નગરપાલિકાના ૧૧ વોર્ડમાં પાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરો લેવામાં આવી રહ્યો છે. જેમાં ૧૫ વાહન અને ૧૨ જેટલા ટ્રેકટર્સ શહેરના મુખ્ય માર્ગો પરથી કચરો લઈ ડમ્પીંગ સ્ટેશનમાં કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં પણ અનેક ગેરરીતિઓ થતી જોવા મળી છે.
સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા કચરા ભરાવાની ગાડીમાં કચરાને બદલે તેમાં પથ્થર અને રેતી ભરીને વજન વધારે થાય તે રીતે ગેરરીતિ આચરતા હોવાનું બહાર આવ્યું છે. જેમાં કોર્ટ પાસે નવા સેનીટીશેન અધિકારી છત્રપાલસિહ દ્રારા ચેકિંગ કરતા ગેરરીતિ પકડાઈ હતી. જેથી ધોળી ધજા ડેમના રસ્તે આવેલા ડમ્પીંગ સ્ટેશન પર જઈને તપાસ કરતા શહેરમાંથી ખાલી કચરા પેટી વાહનો દ્વારા પ્લાન્ટમાં ઉતારવામાં આવતી હોવાનું પણ ધ્યાનમાં આવ્યું હતું.
જ્યારે ડમ્પીંગ પ્લાન્ટમાં ૮ લાખના ખર્ચે સીસીટીવી વજન કાંટો સહિતના સાધનો બંધ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પરથી કચરો લઈ ડમ્પીંગ સ્ટેશન પર નાખવા આવતા ટ્રેક્ટરમાં પણ બિલ્ડિંગ મટીરીયલ મૂકી વજન વધારવાનું કૌભાંડ ઝડપાયું છે.
છત્રપાલસિંહ પાસેથી જાણવા મળતી વિગત અનુસાર તા.૨૯/૧૨/૧૮ શનિવારના રોજ મે છત્રપાલસિંહ ઝાલાએ સેનેટરી ઇન્સપેક્ટર ઇનચાર્જ તરીકે ચાર્જ સંભાળ્યો એ પછી આ કચરામાં ગેરરીતિ થતી હતી તે પકડી કહ્યું કે, છત્રપાલસિંહ મારે બધુ ખોટું થાય છે તે બંધ કરાવું છે અને સફાઈમાં આપણે નજીકનો નંબર લાવવો છે મારે જે પણ ખોટું થતું હોય તે તમામ બંધ કરાવવું છે. સુરેન્દ્રનગર નગરપાલિકા હદમાં વસતાં લોકોને સેનેટરી ઇન્સપેક્ટર તરીકે વિનંતી કરી છે કે, તમારા ઘર સુધી ગટર લાઇન આવી ગઈ હોય અને ચેમ્બર બનાવી નાખી હોય તો તમારા ઘરની વંડી પાસે જીયુડીસી દ્વારા બનાવેલી ચેમ્બરમાં તમારા ઘરનું ગંદા પાણીનું કનેકશન આપી દેજો એ તમારે કરવાનું છે. કચરો કચરાપેટીમાં જ નાંખશો તથા પ્લાસ્ટિકની થેલીનો ઉપયોગ કરશો નહીં તેવો અનુરોધ કર્યો છે.