સુરેન્દ્રનગર,તા.૯
સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં ધોરણ ૧૦નું પરિણામ ૬૦% કરતા પણ વધુ આવ્યું છે. જે ગત વર્ષ કરતા ખૂબ નીચું આવવા પામ્યું છે. ત્યારે ગુજરાત રાજ્યમાંથી ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા ૧૦૫૯૦૧૩ વિદ્યાર્થીઓએ પરીક્ષામાં હાજર રહીને પરીક્ષા આપી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના પણ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવામાં આવી હતી. ત્યારે સમગ્ર ગુજરાતનું ધોરણ ૧૦ના બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું ધોરણ ૧૦ના બોર્ડની પરીક્ષાનું પરિણામ સુરેન્દ્રનગર જિલ્લામાં ૫૮.૧૯% આવ્યું છે. ત્યારે વિદ્યાર્થીઓ માં એક પ્રકારે આનંદનો માહોલ સર્જાયો છે. ત્યારે ખાસ સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરમાં છ૧માં ૩૦ વિદ્યાર્થીઓ છ૨માં ૫૦૫ મ્૧માં ૧૨૬૫ વિદ્યાર્થીઓ જિલ્લામાં આવ્યા છે. ત્યારે અનેક જિલ્લાની શાળાઓ ટોપમાં આવા પામી છે. ત્યારે ખાસ આજ વહેલી સવારે પ્રસિદ્ધ કરવામાં આવેલ ધોરણ ૧૦નું પરિણામ બાદ ૧૧માં ધોરણમાં એડમિશનની પણ શાળાઓ દ્વારા આગામી સમયમાં પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.