સુરેન્દ્રનગર, તા.ર૦
સુરેન્દ્રનગર જિલ્લામાં ત્રણ કોરોના વાયરસના પોઝિટિવ કેસો જિલ્લામાં સામે આવ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના-સાયલા તાલુકામાં નાના સખપરમાં ૨ અને સુદામડામાં ૧ નવા કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ફફડાટ ફેલાવા પામ્યો છે. રાણાભાઈ ભીમાભાઈ સોલંકી સુદામડાં ગામના રહેવાસી અને રાજુબેન રમેશભાઈ ઉઘરેજીયા નાના સખપર અને જનકબેન રમેશભાઈ ઉઘરેજીયા નાના સખપર ગામના રહેવાસીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં સતત બે દિવસમાં આઠ કોરોના વાયરસના પોઝિટિવ કેસો સામે આવ્યા છે તે જિલ્લા માટે ચિંતાનો વિષય બન્યો છે. સતત વધતા જતા કેસો મોટાભાગના કોરોના સંક્રમણના દર્દીઓને ટ્રાવેલ હિસ્ટ્રી અન્ય શહેરો કે અન્ય રાજ્યોની આવી રહી છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર આ બાબતે સતર્ક બનીને બહારથી આવનાર લોકોનું કોરોના વાયરસનો ચેકિંગ હાથ ધરી ને ત્યારબાદ જ જિલ્લામાં પ્રવેશ આપવામાં આવે તેવી પણ સુરેન્દ્રનગરની જનતામાં કરી રહી છે.
ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં વધતા કોરોનાના કેસો અંગે વહીવટીતંત્ર સતત સતર્ક બન્યું છે. ત્યારે બે દિવસમાં કોરોના વાયરસના આઠથી વધુ કેસો સુરેન્દ્રનગર જિલ્લામાં નોંધાતા જિલ્લામાં હાહાકાર ફેલાઈ જવા પામ્યો છે. સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોના વાયરસના ૩૦૮ સેમ્પલ લેવામાં આવ્યા અને તેમની ચકાસણી પણ હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં વધુ ત્રણ કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા

Recent Comments